આજકાલ અનેક લોકો ગેસની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તો ચાલો જાણીએ, ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે શું કરી શકાય તેમ છે?
છાશમાં લેક્ટિક એસિડ મળી આવે છે. ગેસની સમસ્યા થવા પર છાશમાં કાળા મરીનો પાવડર મિક્સ કરીને પી શકાય છે.
ગેસની સમસ્યા થવા પર પેટ ભારે-ભારે લાગે છે. જેને હલકુ કરવા માટે હુંફાળા પાણીમાં હીંગ અને સંચર મિક્સ કરીને પીવું જોઈએ.
આમળામાં પાચન સાથે સંકળાયેલી અનેક સમસ્યા દૂર કરવાની શક્તિ હોય છે. ગેસની સમસ્યા થવા પર આમળાના જ્યૂસનું સેવન કરી શકાય છે.
ખોરાકને પચાવવા માટે જીરાનું સેવન કરી શકાય છે. આ માટે જીરાને પાણીમાં નાંખ્યા બાદ ઉકાળો અને પછી ઠંડુ કર્યા બાદ તેનું સેવન કરવું જોઈએ. જેનાથી ગેસની સમસ્યા દૂર થશે.
પેટમાં ગેસની સમસ્યા થવા પર એક્સરસાઈઝ કરી શકો છો. જેનાથી ગેસની સમસ્યા દૂર થવા લાગે છે.
શરીરને હેલ્ધી રાખવા માટે મસાલેદાર ખોરાકથી બચવું જોઈએ. મસાલેદાર ખોરાક ખાવાથી પાચનક્રિયા પ્રભાવિત થાય છે.