મહિલાઓ માટે 'અમૃત' સમાન છે મેથીનું પાણી, જાણો કેવી રીતે


By Sanket M Parekh02, Sep 2023 03:56 PMgujaratijagran.com

મેથી

મેથી અનેક ઔષધીય ગુણોથી ભરપુર મનાય છે. જે મહિલાઓ સાથે સંકળાયેલી અનેક બીમારીઓ માટે રામબાણ ઈલાજનું કામ કરે છે.

મેથીનું પાણી

એવું કહેવાય છે કે, મેથીનું પાણી પીવાથી મહિલાઓમાં પીરિયડ્સની પીડા ઓછી થાય છે. આ સાથે જ મેથીનું પાણી પુરુષો માટે પણ અનેક રીતે ફાયદેમંદ છે.

પીવાના ફાયદા

એવામાં મેથીનું પાણી પીવાના અદ્દભૂત ફાયદા વિશે જાણીએ. જેથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો.

ત્વચામાં નિખાર

મેથીમાં વિટામિન કે અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે સ્કિનને ચમકદાર બનાવવામાં મદદરૂપ થાય છે. જો સવારના પહોરમાં મેથીનું પાણી પીવામાં આવે, તો સ્કિન સબંધિત અનેક સમસ્યાઓથી બચી શકાય છે.

મેન્સ્ટ્રૂઅલ ક્રેમ્પ

મેથીના પાણીમાં એન્ટી ઈન્ફ્લામેન્ટરી ગુણ હોય છે, જે પીરિયડ્સના કારણે થતા દર્દમાં રાહત અપાવે છે.

મેન્સ્ટ્રૂઅલ સાઈકલ

જો તમે પણ મેન્સ્ટ્રૂઅલ સાઈકલ સબંધિત બીમારીથી પીડિત હોવ, તો મેથીનું પાણી તમારા માટે રામબાણથી કમ નથી.

સવારના પહોરમાં પીવો

આ માટે પીરિયડ્સ આવવાના 2-3 દિવસ પહેલાથી સવારના પહોરમાં મેથીના દાણાનું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ.

મધર મિલ્ક

મેથી ધાવણને વધારવાનું પણ કામ કરે છે. જે માતાઓને ધાવણ ના આવતું હોય, તેમણે મેથીના દાણાનું પાણી પીવાથી ઝડપથી ફાયદો થાય છે.

આ ખોરાક તમારી આંખોને નબળી બનાવી શકે છે