ઘણા લોકો જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કર્યા પછી ઘરે આવીને સૂઈ જાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
જીમમાં વર્કઆઉટ કર્યા પછી તરત સૂવાથી પાચનતંત્ર નબળુ પડે છે અને સ્વાસ્થ્ય સંબંધિત મોટી બીમારી થઈ શકે છે.
જો તમે કસરત કર્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો તમારા સ્નાયુઓ યોગ્ય રીતે પુનઃ પ્રાપ્ત થઈ શકશે નહીં અને સ્નાયુઓમાં દુખાવો પણ અનુભવાય છે.
વર્કઆઉટ પછી તરત સૂવાથી શરીર જકડાઈ જાય છે. જેથી તમે ઊંઘમાંથી જાગી જાઓ છો.
વર્કઆઉટ પછી તરત જ સૂવાથી પણ માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેનાથી તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતા ઘટી જાય છે.
જો તમને વર્કઆઉટ કર્યા પછી તરત જ સૂવાની આદત હોય તો તેને દૂર કરવી જરૂરી છે કેમ કે, તરત સૂવાથી હોર્મોનના અસંતુલનનો સામનો કરવો પડી શકે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.