સામાન્ય રીતે વધુ વજન ઘરાવતા લોકો વજન ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. ચલો જાણીએ સૂતા પહેલા શું કરવાથી વજન ઘટે છે.
લોકો થાકને દૂર કરવા માટે ઊંઘની મદદ લે છે . પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાથી મગજ શાંત રહે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.
વજન ઘટાડવા માટે ગ્રીન ટી લાભદાયી છે. તેમાં ફલેવોનોઈડ્સ રહેલુ હોય છે જેથી સૂતા પહેલા ગ્રીન ટી પીવાથી વજન ઘટાડો જોવા મળે છે.
જો તમે સૂતા પહેલા ગ્રીન ટી પીવાથી શરીરમાં મેટાબોલિજમમાં વધારો થાય છે. તેની સાથે શરીરનું વજન પણ ઘટે છે.
આ એક ડેરી પ્રોટીન છે. રાતે સૂવાનાં એક કલાક પહેલા કૈસિઈન પ્રોટીન શેક પીવાથી વજનમાં ઝડપથી ઘટાડો જોવા મળે છે.
ઉપવાસ કરવાથી શરીરમાં રહેલા શુગરનું પ્રમાણ ઘટવા લાગે છે.જેથી સૂવાનાં 3-4 કલાક પહેલા જમવાનું ટોળો. આ દરમિયાન માત્ર પાણી પી શકો છો.
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંધ લેવી જોઈએ. જો તમે રોજ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેતા નથી તો શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે.
વજન ઘટાડવા માટે શુગરયુક્ત ખોરાક ટાળવો જોઈએ.તેની જગ્યાએ ફળ , શાકભાજી તથા પ્રોટીન યુક્ત ખોરાક ખાવો જોઈએ.