Right Time To Eat Dry Fruits : રાતમાં ડ્રાઈ ફ્રૂટ્સ ખાવા કેટલા યોગ્ય ?


By Hariom Sharma04, Nov 2023 11:57 AMgujaratijagran.com

ડ્રાઈ ફ્રૂટ્સ

ડ્રાઈ ફ્રૂટ્સ ખાવા આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે. પણ હંમેશા લોકોનાં મનમાં એ સવાલ આવે છે કે ડ્રાઈ ફ્રૂટ્સ ખાવા માટેનો યોગ્ય સમય કયો છે અને તેને ખાવાની સાચી રીત કંઈ છે ?

રાતમાં ખવાય કે નઈ ?

ડ્રાઈ ફ્રૂટ્સને રાતનાં સમયે ખાવાનું ટાળવું જોઈએ. જો તમે રાતનાં સમયે તેને ખાશો તો તે સપૂર્ણ રીતે પચન નઈ થાય. આવા સમયે ડ્રાઈ ફ્રૂટ્સનો પૂરતો લાભ શરીરને મળશે નહીં.

ડ્રાઈ ફ્રૂટ્સને ખાવાનો યોગ્ય સમય

ડ્રાઈ ફ્રૂટ્સને ખાવાનો યોગ્ય સમય સવારનો છે. ડ્રાઈ ફ્રૂટ્સમાં પ્રોટીન,વિટામીન,ફાઈબર,મેગ્નેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે. જેથી સવારનાં સમયમાં ડ્રાઈ ફ્રૂટ્સને પલાળીને ખાવાથી શરીરને તેનો મહત્તમ લાભ મળે છે.

ડ્રાઈ ફ્રૂટ્સ ખાવાની સાચી રીત

ડ્રાઈ ફ્રૂટ્સને પલાળીને ખાવાથી શરીરને વધુ ફાયદા પ્રાપ્ત થાય છે. ડ્રાઈ ફ્રૂટ્સને પલાળવાથી તેમાથી ટેનિન અને ફાઈટિક એસિડ દૂર થઈ જાય છે.તમે તમારા ડ્રાઈ ફ્રૂટ્સને રાતે પલાળી અને સવારે તેને ખાલી પેટે ખાઈ શકો છો.

You may also like

ફણગાવેલા ચણા ખાવાથી અઢળક ફાયદા મળે છે, ચાલો જાણીએ

ગુજરાતી ફૂડ લિસ્ટ : ગુજરાતમાં સૌથી વધુ શું ખાવામાં આવે છે? ચાલો જાણીએ

ડ્રાઈ ફ્રૂટ્સ ખાવાથી થતાં નુકસાન

જો વધારે માત્રામાં ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. ડ્રાઈ ફ્રૂટ્સનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો પાચન સંબધિત સમસ્યાઓ,વજન વધારે, ભૂખ ન લાગે જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આવી અન્ચ સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

SHOWER TIPS IN WINTER : શિયાળાની ઋતુમાં નાહતા સમયે ના કરો આ 6 ભૂલો