SHOWER TIPS IN WINTER : શિયાળાની ઋતુમાં નાહતા સમયે ના કરો આ 6 ભૂલો


By Hariom Sharma04, Nov 2023 10:46 AMgujaratijagran.com

શરીર માટે સ્નાન

સ્વાસ્થ્ય માટે દરરોજ નાહવું ખૂબ જ જરુરી છે. નાહ્યા પછી તમે શરીરમાં એકદમ તાજગીનો અનુભવ કરો છો. પરંતુ નાહતા સમયે કરેલી કેટલીક ભૂલો તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ચલો જાણીએ કંઈ ભૂલો તમારે નાહતા સમયે ના કરવી જોઈએ.

વધારે ગરમ પાણીનો ઉપયોગ ન કરો

શિયાળાની ઋતુમાં નાહતા સમયે વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવો આપણા શરીર માટે હિતાવહ નથી. ગરમ પાણી ચામડીમાં રહેલા પ્રાકૃતિક તેલને દૂર કરે છે. આ કારણે ચામડીમાં ખંજોળ આવે છે. જેથી શિયાળામાં નાહવા માટે નવસેકા પાણીનો જ ઉપયોગ કરો.

ખૂશ્બુદાર સાબુનો ઉપયોગ ન કરો

નાહતા સમયે ખૂશ્બુદાર સાબુનો ઉપયોગ ન કરો. આ સાબુ તમારી ચામડીની કોમળતાને દૂર કરે છે. જો ખૂશ્બુદાર સાબુનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો શરીરની ચામડીમાં સૂકાપણું આવી જાય છે. જેથી શિયાળામાં નાહવા માટે ખૂશ્બુદાર સાબુની જગ્યાએ દૂધ વાળા સાબુનો ઉપયોગ કરો.

નાહતા સમયે વધારે સમય ન લો

વધારે સમય સુધી નાહવાથી તમારી ચામડીમાં રહેલ પ્રાકૃતિક લેપિડ ઓછું થઈ જાય છે જેથી ચામડીમાં કોમળતા રહેતી નથી.તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે નાહતા સમયે 10 મિનીટથી વધારે સમય ન લો.

You may also like

ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી પીગળશે ચરબી

ઘરગથ્થુ ઉપાયથી બાથરૂમની સફાઈ કેવી રીતે કરવી? ચાલો જાણીએ

ભીના રુમાલનો ઉપયોગ ન કરો

નાહ્યા પછી શરીરને સાફ કરવા માટે ભીના રુમાલનો ઉપયોગ ન કરો. તેનાથી ચામડીમાં ઈન્ફેક્શન થઈ શકે છે. સૂકો રુમાલ શરીરને સારી રીતે સાફ કરે છે.

દરરોજ શૈંપૂનો ઉપયોગ ન કરો

શિયાળાની ઋતુંમાં નહાતી સમયે શૈંપૂનો ઉપયોગ કરવાનું ટાળો. શિયાળાની ઋતુંમાં વધારે પડતા શૈંપૂનાં ઉપયોગથી વાળમાં સૂકાપણું આવી જાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઉભી થાય છે.

આવી અન્ચ સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ફણગાવેલા ચણા ખાવાથી અઢળક ફાયદા મળે છે, ચાલો જાણીએ