ઊંભ પૂરી ના થવાના કારણે માણસમાં એનર્જીની કમી, શારીરિક અને માનસિક સમસ્યા થઇ શકે છે. જો તમે આખો દિવસ ઊંઘ આવવાની સમસ્યાથી પરેશાન છો તો, આને ઇગ્નોર ના કરો. આ ગંભીર સમસ્યા હોઇ શકે છે.
જો તમે રાત્રે સારી રીતે ઊંઘી નથી શકતા અને વારંવાર તમારી ઊંઘ ખરાબ થાય છે, તો તમે ડિપ્રેશન જેવી ગંભીર બમારીનો શિકાર બની શકો છો. ઊંઘ પૂરી ના થવાના કારણે લોકોમાં સ્ટ્રેસ આવવા લાગે છે.
ઊંઘ પૂરી ના થવાના કારણે માણસમાં ઈમ્યૂનિટી કમજોર, વિચારની ક્ષમતામાં ઉણપ અને વજન વધવા લાગે છે. જો તમને લાંબા સમયથી ઊંઘ ના આવવાની સમસ્યા છે, તો તેનું કારણ કેન્સર, ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યા પણ હોઇ શકે છે.
ઓફિસમાં ઊંઘ આવવાનું મુખ્યા કારણ છે રાત્રે ઊંઘ પૂરી ના થવી. જો તમે રાત્રે 6થી 8 કલાકની ઊંઘ નથી લેતા, તો દિવસમાં તમને ઊંઘ આવશે. આ સિવાય કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે પણ આવું થઇ શકે છે.
ઓફિસમાં ઊંઘ આવવી ઘણી ગંભીર બીમારીઓના સંકેતો હોઇ શકે છે. જેવા કે સિજોફ્રેનિયા, લ્યૂપસ, પાર્કિસન્સ રોગ, મલ્ટિપલ સ્કેલેરોસિસ અને હાઇપોથાયરોઇડિજ્મ વગેરે.
ઘણા લોકોને ઊંઘ આવવાની સમસ્યા ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર જેવા નાર્કોલેપ્સીના કારણે પણ હોઇ શકે છે. નાર્કોલેપ્સીમાં મગજ ઊંઘવા- ઉઠવાના સમયને સારી રીતે કંટ્રોલ કરી શકતું નથી. આમા ઘણાને દિવસભર ઊંઘ આવતી હોય છે.
જો તમે વારંવાર ઊંઘ આવવાની સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો, આનું એક કારણ બપોરે હેવી લન્ચ કરવું પણ હોઇ શકે છે. જો તમે મીઠા સ્નેક્સ, સોડા, વ્હઇટ બ્રેડ અને ચોખા જેવી કાર્બોહાઇડ્રેટથી ભરપૂર વસ્તુઓ ખાવ છો, તો ઊંઘ વધુ આવે છે.