મોટાભાગના લોકો ચહેરા પરની કરચલીને દૂર કરવા માટે ચિંતિત રહેતા હોય છે. એવામાં તમે આ સરળ ઉપાયો થકી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
દીવસમાં બે વખત ચહેરાને સ્વચ્છ પાણીથી ધોવો જોઈએ. ફેશને સાફ રાખવા માટે તમે માઈલ્ડ ક્લીન્જરનો ઉપયોગ પણ કરી શકો છો.
ચહેરાના નિખારને જાળવી રાખવા માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ. સારી ઊંઘ ના લેવાના કારણે તણાવ વધે છે. આ સાથે જ ચહેરા પર કરચલી થવા લાગે છે.
ખાણી-પીણીમાં ફળ અને લીલા શાકભાજીને સામેલ કરવા જોઈએ. નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરો અને દિવસમાં બને તેટલું વધારે પાણી પીવો.
ટેન્શન લેવાથી શરીરમાં કાર્ટિસોલ હોર્મોન બનવા લાગે છે. જેથી કોલેજન બ્રેક થઈ શકે છે. જેના કારણે પણ સ્કિન પર કરચલીઓ થઈ શકે છે.
કરચલી દૂર કરવા માટે આદુને પીસીને તેનો લેપ એક-બે કલાક સુધી લગાવીને રાખો. જે બાદ મોંઢું ધોઈને નારિયેળના તેલની માલિશ કરો.
એલોવેરાના પલ્પને ગાયના દૂધમાં મિક્સ કરીને તૈયાર થયેલો લેપ લગાવો. જેને અડધા કલાક સુધી રાખ્યા બાદ ચહેરો ધોઈ નાંખો. આમ કરવાથી પણ કરચલીની સમસ્યામાં રાહત મળે છે.