જો કે દરેક વ્યક્તિ દરરોજ સ્નાન કરે છે.પુરાણોમાં માનવ કલ્યાણ માટે સ્નાન કારવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તેમનું પાલન નહીં કરવાથી પાપના ભાગીદાર બની શકો છો.
તમને એ પણ નવાઈ લાગસે કે સ્નાન કરવાના નિયમોનું પાલન ન કરવાથી સુખ,સંપત્તિ સંમૃદ્ધિ પણ છનવાઈ શકે છે.
વિષ્ણુ પુરાણના બારમાં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે માણસે ક્યારેય નિરવસ્ત્ર ન નહાવું જોઈએ. સ્નાન કરતી વખતે શરીર પર ઓછોમાં ઓછું એક કપડું હોવું જોઈએ.
શાસ્ત્રો અનુસાર નિરવસ્ત્ર અવસ્થામાં સ્નાન કરવાથી પિતૃદોષ થઈ શકે છે. આને અવગણવા માટે તમારે સ્નાનના નિયમોનું પાલન કરવું જોઈએ.
પૌરાણીક વાર્તામાં એવું પણ કહેવાય છે કે જ્યારે ગોપીઓ સરોવરમાં સ્નાન કરતી ત્યારે કૃષ્ણ તેમની લીલાથી તેમના વસ્ત્રો લઈ લેતા હતા.
કૃષ્ણ ઘણીવાર ગોપીઓને નિરવસ્ત્ર સ્નાન કરવાની મનાઈ કરતા હતા.ગોપીઓને સમજાવતા કૃષ્ણએ કહ્યું હતું કે નિરવસ્ત્ર સ્નાન કરવાથી જળ દેવતા એટલે કે વરુણ દેવનું અપમાન થાય છે.
શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણા વાતાવારણમાં અનેક પ્રકારના સૂક્ષ્મજીવો હોય છે. આવી સ્થિતિમાં નિરવસ્ત્ર અવસ્થામાં સ્નાન કરવાથી પાપ અને દોષ લાગે છે. એટલું જ નહીં તેનાથી વ્યક્તિનું સુખ અને ધનનો નાશ થાય છે.
એવું પણ કહેવાય છે કે નિરવસ્ત્ર થઈને સ્નાન કરવાથી મકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશે છે.જેની માનસિક રીતે વ્યક્તિ પર ખરાબ અસર પાડે છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.