અનેક લોકોની સ્કિન ખૂબ જ ડ્રાય હોય છે. જેના કારણે તેઓ તણાવમાં રહે છે. જેનાથી બચવા માટે મોંઘા-મોંઘા મૉઈશ્વરાઈજરનો ઉપયોગ કરે છે.
ડ્રાય સ્કિનને મૉઈશ્વરાઈજ કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય અજમાવી શકાય છે. જેથી સ્કિનની ડ્રાયનેસ દૂર થશે.
એલોવેરાની જેલ નીકાળીને તેને સ્કિન પર લગાવવાથી સ્કિન મૉઈશ્વરાઈઝ થાય છે. ડ્રાય સ્કિનની સમસ્યામાં એલોવેરાનો દરરોજ ઉપયોગ કરો, જેથી આ સમસ્યમાં ઝડપથી આરામ મળશે.
આ તેલ લગાવવાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે. સ્કિન ડ્રાય થવા પર દરરોજ નારિયેળ તેલની માલિશ કરો, થોડા દિવસમાં ફરક દેખાવાનો શરૂ થઈ જશે.
મધમાં મળી આવતા વિટામિન અને મિનરલ સ્કિન માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેના ઉપયોગથી ડ્રાય સ્કિનથી છૂટકારો મેળવી શકાય છે.
દહીના ઉપયોગથી પણ સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે. દહીમાં મધ મિક્સ કરીને લગાવો અને પછી 10 મિનિટ બાદ ધોઈ નાંખો. સ્કિન મૉઈશ્વરાઈઝ થવા લાગશે.
બેસન એટલે કે ચણાના લોટમાં હળદર અને ગુલાબજળ મિક્સ કરીને સ્કિન પર લગાવો. જેનાથી ડ્રાય સ્કિનમાં ઝડપથી છૂટકારો મળી શકે છે.
ડ્રાય સ્કિનની સમસ્યા વિટામિન-સીની કમીના કારણે થાય છે. જેનાથી બચવા માટે ડાયટમાં વિટામિન-સી યુક્ત ફળને સામેલ કરવા જોઈએ.