આંખો કેવી રીતે સાફ કરવી? આવો જાણીએ


By Jivan Kapuriya22, Jul 2023 01:43 PMgujaratijagran.com

જાણો

માત્રા શરીર અને ચહેરાની જ નહીં તમારી આંખોને પણ સ્વચ્છતાની જરૂર છે. તેથી આ સરળ રીતે આંખોને સાફ કરવાથી આંખો સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.

પાણી

આંખની નિયમિત સફાઈ માટે ઠંડા પાણીનો ઉપયોગ અસરકારક છે. તેથી આંખોમાં ઠંડુ પાણી છાંટવાથી આંખોમાં રહેલ કચરો બહાર કાઢવાની સાથે આંખોને પણ હાઈડ્રેટ રાખી શકાય છે.

પાંપણો ફેરવો

ક્યારેક તેજ પવનને અથવા પ્રદૂષણના કારણે નાના કણો આંખોમાં જાય છે. એટલા માટે તમારી પાંપણો ઉપર,નીચે,જમણી,ડાબી,અને ગોળ ફેરવવાથી આંખોમાં રહેલ કચરો બહાર આવી શકે છે.

ગુલાબજળ

ઘરે બનાવેલ ગુલાબજળના એક થી બે ટીપા આંખોમાં નાખો. તે જ સમયે ગુલાબજળમાં પલાળેલા કપડાને આંખો પર રાખવાથી આંખોનો કચરો સાફ કરવામાં પણ મદદ મળે છે અને પીડાથી પણ રાહત મળે છે.

કાકડી

કાકડીનો રસ આંખો પર લગાવવાથી અથવા કાકડીના ટુકડાને થોડો સમય રાખવાથી ઘણા ફાયદા થાય છે.આ આંખોનો દુખાવો, કચરો અને શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે.

ચશ્માં પહેરો

ઘરની બહાર નીકળતી વખતે ચશ્માં પહેરવાથી આંખોને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે. ચશ્માં પહેરવાથી આંખોને ધૂળ અને પ્રદૂષણથી બચાવી શકાય છે.

ગરમ શેક

આંખોમાંથી કચરો દૂર કરવા માટે તમે સાફ સુતરાઉ કપડાની મદદ લઈ શકો છો. કચરાને દૂર કર્યા પછી આંખોને પાણીથી ધોઈ લો. આ પછી બંને હથેળીઓને ઘસીને આંખો પર રાખો.

આંખમાં નાખવાના ટીપા

આંખોમાંથી કચરાને કાઢવા માટે ડોક્ટરે આપેલા આઈ ડ્રોપ્સના 1 થી 2 ટીપા આંખોમાં નાખી શકાય. ધ્યાનમાં રાખો ડોક્ટરની સલાહથી જ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરો અને એક્સપાયરી ડેટ ખાસ તપાસીનું ભૂલશો નહીં.

તમારી આંખોને સાફ કરવા માટે આ ઘરગથ્થું ઉપાયો અપનાવો.

ઘરે બનાવો નેચરલ વસ્તુઓથી ફેસ સ્ક્રબ