ગરમીમાં લગાવો તરબૂચનું ફેસપેક, તાજગી સાથે મળશે ગ્લોઈંગ સ્કિન
By Sanket M Parekh
2023-05-06, 16:16 IST
gujaratijagran.com
સ્કિનમાં ચમક લાવશે
તરબૂચમાં લાઈકોપિન મળી આવે છે, જે ત્વચાની ચમકને બરકરાર રાખવામાં મદદ કરે છે. જેને તમે ઘરે જાતે બનાવીને પણ લગાવી શકો છો.
કરચલીઓ દૂર કરશે
તરબૂચમાં વિટામિન-એ અને વિટામિન-સી મળી આવે છે. ત્વચા પર તેનો ફેસપેક બનાવીને લગાવવાથી કરચલીમાં રાહત મળી શકે છે.
સ્કિનને હાઈડ્રેટ કરશે
તરબૂચની અંદર 93 ટકા પાણી મળી આવે છે. જેને ચહેરા પર લગાવવાથી સ્કિન સાફ થાય છે. આ સાથે જ સ્કિન હાઈડ્રેટ પણ રહે છે.
ડાર્ક સ્પૉટ ઓછા થશે
તરબૂચનું ફેસપેક ચહેરા પર લગાવવાથી ડાર્ક સ્પૉટ ઓછા થશે. જેના નિયમિત ઉપયોગથી કાળા ડાઘને આછા કરી શકાય છે.
તરબૂચ અને મધનું ફેસપેક
આ બન્નેનું મિશ્રણ કરીને પેસ્ટ બનાવી લો, જેને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવીને રાખો. જે બાદ ચહેરો ધોઈ નાંખવાથી ટેનિંગ ઓછી થશે.
તરબૂચ અને દહીનું ફેસપેક
તરબૂચ અને દહીના મિશ્રણથી બનેલ ફેસપેકને ચહેરા અને ગળા પર એપ્લાય કરો. 20 મિનિટ બાદ ચહેરાને ધોઈ નાંખો. આવું તમે સપ્તાહમાં બે વખત કરી શકો છો.
હથેળીમાં આ રેખા હશે, તો તમને અમીર બનતા કોઈ રોકી નહીં શકે, તમારો હાથ ચેક કરો?
Explore More