એન્ઝાઈટી દૂર કરવા એક વખત અજમાવો આ ઘરેલુ ઉપાય, ચિંતા થશે છૂમંતર
By Sanket M Parekh
2023-05-06, 15:56 IST
gujaratijagran.com
એન્ઝાઈટી
જ્યારે ચિંતા હદથી વધી જાય, ત્યારે વ્યક્તિ ઉદાસ રહેવા લાગે છે, જેને એન્ઝાઈટી કહે છે. જે હૉર્મોનના કારણે થાય છે.
એન્ઝાઈટીના લક્ષણ
ગભરાટ થવી, બેચેની લાગવી, વારંવાર એક જ સમસ્યા વિશે વિચારવુ, ઊંઘના આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, માથુ ભારે રહેવું, મોંઢુ સૂકાઈ જવું વગેરે એન્ઝાઈટીના લક્ષણો છે.
એકલા ના રહો
જો તમે એન્ઝાઈટીની સમસ્યાથી પીડિત હોવ, તો એકલા રહેવાથી બચો. ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે વધારે સમય વીતાવો.
પોતાની પસંદગીનું કામ કરો
કોઈ એક ચિંતા વારંવાર સતાવી રહી હોય, તો તમારા શોખ ઉપર ધ્યાન આપો. જેથી મન ભટકશે અને તમે અંદરથી ખુશી મહેસૂસ કરશો.
સ્ટ્રેસથી દૂર રહો
આજકાલ ઘરે અને બહાર કામથી સ્ટ્રેસ થવો સ્વાભાવિક છે, પરંતુ ખુદને પોઝિટિવ રાખો અને સ્ટ્રેસ ના લેશો. સંજોગોને હળવાશથી લેવાનો ટ્રાય કરો.
આહાર કેવો લેશો?
જો એન્ઝાઈટીની સમસ્યા હોય, તો પ્રોસેસ્ડ ફૂડ્સ અને જંક ફૂડ્સથી દૂર રહો અને ડાયટમાં અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને સિઝનેબલ ફ્રૂટને સામેલ કરો.
યોગ કરો
એન્ઝાઈટીથી બચવા માટે દિનચર્યામાં યોગ અને એક્સરસાઈઝને સ્થાન આપો. દરરોજ 30 મિનિટની કસરત તમારા માઈન્ડને પોઝિટિવ રાખશે.
લો કેલેરી સ્નેક્સ, જે ઝડપથી ઉતારશે વજન
Explore More