ચોમાસામાં વાતાવારણ ભેજવાળું રહેવાથી ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે. જોકે સ્કિન કેર કરતી વખતે પણ આપણે ઘણી ભૂલો કરી દેતા હોય છે જે ત્વચાને સ્વસ્થ કરવાની જ્ગ્યાએ નુક્સાન પહોંચાડી દે છે. આવો જાણીએ વધુમાં
ઘણા લોકો ત્વચાને લઈને વધુ સંવેદનશીલ થઈ જતાં હોય છે તેવામાં હેવી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરે છે. ખાસ કરીને ચોમાસામાં હેવી મોઇશ્ચરાઇઝર ઉપયોગ ન કરવો જોઈએ આનાથી ત્વચા વધુ તૈલી અને નિસ્તેજ બને છે
ચોમાસામાં તડકો ઓછો રહેવાના લીધે આપણે ક્યારેક સનસ્ક્રીન લાગવાનું ટાળી દેતા હોઈએ છે જે ત્વચાને બાહ્ય પ્રદૂષણ અને હાનિકારક યુવી કિરણો બચાવે છે. દરેક ઋતુમાં સનસ્ક્રીન લગાવવું ફાયદાકારક છે.
ચોમાસામાં પાણી અને ભેજ વધુ રહેવાથી ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. માટે આ સમયે તમારે એડીની ત્વચાની પણ ખાસ કાળજી લેવી જોઈએ
ચોમાસામાં ત્વચા વધુ ઓઇલી બની જાય છે, આનાથી બચવા માટે લીમડા અથવા એલોવેરાનો ફેસ પેક બનાવીને લગાવો, આ ત્વચમા વધારવાનું તેલને ઓછું કરી ત્વચાને સ્વસ્થ રાખે છે.
તમારા ચહેરા પરથી વધારાનું તેલ અને ગંદકી દૂર કરવા માટે ફેશિયલ વાઇપનો ઉપયોગ કરો, તે વ્હાઇટહેડ્સને રોકવામાં મદદ કરશે.