આયુર્વેદીકમાં ઘી ને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આનો ઉપયોગ ત્વચાને નિખારવા માટે પણ કરવામા આવતો રહ્યો છે. ઘી ના મદદથી ચહેરા પર મસાજ કરવાથી કોલેજન વધારી શકાય છે જે ત્વચાને યુવાન રાખવામા મદદ કરે છે. આવો જાણીએ વધુમાં
ઘી ને વ્હાઇટ બટર પણ કહેવામાં આવે છે. આમાં ફેટી એસિડ્સ, વિટામીન A, D, E જેવા ઉપયોગી પોષકતત્વો રહેલા હોય છે.
ઘી માં રહેલા પોષકતત્વો ત્વચાને અંદરથી નોરિશ કરે છે અને તેની સ્થિતિસ્થાપકતા વધારી કરચલીઓ દૂર કરે છે.
ચહેરા પર ઘીની માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ થાય છે અને કોલેજન વધે છે. જે ત્વચાની મક્કમતા જાળવી રાખી યુવાન રાખવામા મદદ કરે છે.
ચહેરા પર ઘી ના મસાજ કરતા પહેલા મસાજ કરતા પહેલા ગંદકી અને મેકઅપને દૂર ચહેરાને સારી રીતે સાફ કરી લો જેથી તે ઘી સારી રીતે શોષાઈ શકે
ઘી ને 10-15 મિનિટ સુધી ત્વચા પર ગોળાકાર ગતિમાં મસાજ કરો.
સારા પરિણામ મેળવવા માટે તમે આખી રાત ઘી લગાવીને રાખી શકો છો અને સવારે ઉઠ્યાના 30 મિનિટ પછી ધોઈ શકો છો.