લવિંગનો ઉપયોગ આપણે રસોઈમાં મસાલા તરીકે કરીએ છે. આમા રહેલા ગુણો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાત લવિંગનું તેલ ત્વચા માટે પણ ઘણું લાભદાયક છે, આના ઉપયોગથી ત્વચાને લગતી 5 સમસ્યાથી બચી શકાય છે
લવિંગનું તેલ ચહેરા પરના ખીલને દૂર કરવામાં ઉપયોગી નીવડે છે. લવિંગના તેલના ટીંપાને ઉબટનમાં નાખીને તેનો ફેસપેક લગાવવાથી ખીલની સમસ્યાથી બચી શકાય છે
જો તમને બ્લેકહેડની સમસ્યા હોય તો તમે લવિંગના તેલના ઉપયોગથી સ્ક્રબ કરી શકો છો. આનાથી બ્લેકહેડ્સ દૂર થઈ ચહેરો સાફ થાય છે
ચહેરા પર રહેલા ડાઘ ધબ્બા દૂર કરવા માટે લવિંગનું તેલ કારગર નિવડે છે
આમાં રહેલા એન્ટી એજીંગ ગુણો ચહેરાને કરચલીઓની સમસ્યાથી દૂર કરી ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. નારીયેળના તેલમાં લવિંગનું તેલ લગાવવાથી ત્વચા યુવાન રાખી શકાય છે
તણાવની અસર ચહેરા પર સરળતાથી દેખાઈ આવે છે, આવામાં લવિંગનું તેલ લગાવવું ઘણું ફાયદાકારક છે
2 ચમચી નારીયેળ તેલ લઈ તેમા 1-2 ટીંપા લવિંગ તેલના નાખીને ચહેરા પર મસાજ કરો, થોડી વાર તેમ રહેવા દઈ તેને પાણીથી ધોઈ નાખો.