વધુ સ્ટ્રેસ લેવાથી ત્વચાને થાય છે આ 5 નુકસાન


By Hariom Sharma2023-05-25, 19:01 ISTgujaratijagran.com

સ્ટ્રેસ લેવાથી સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચાને પણ નુકસાન પહોંચે છે. આનાથી એક્ને અને સોરાયસિસ જેવી સમસ્યા થઇ શકે છે. આવો જાણી વધુ સ્ટ્રેસ લેવાથી ત્વચાને થતાં નુકસાન વિશે.

ત્વચાને ડલ બનાવે છે

વધુ સ્ટ્રેસ લેવાતી ત્વચાની ચમક નબળી પડવા લાગે છે અને ધીમે ધીમે ત્વચા ડલ થવા લાગે છે. સ્ટ્રેસ લેવાથી ત્વચા સુધી બ્લડ અને ઓક્સિજન પહોંચવામાં સમસ્યા થાય છે, જેના કારણે ત્વચા ડલ પડે છે.

સોરાયસિસ

સ્ટ્રેસમાં સોરાયસિસ થવાનું સામાન્ય કારણ ગણવામાં આવે છે. જો તમે વધુ સ્ટ્રેસ લો છો તો ત્વચા પર તેના નાના નાના સફેદ ડાઘા જોવા મળે છે. જો તમે પહેલાથી સોરાયસિસની સમસ્યાથી પીડાવો છો તો સ્ટ્રેસ લેવાથી તેના લ

એક્ને

વધુ સ્ટ્રેસ લેવો એક્નેનું કારણ બની શકે છે. કારણ કે સ્ટ્રેસ લેવાથી કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધે છે, જેનાથી ત્વચા પર એકસ્ટ્રા ઓઇલ બને છે. આ કારણે એક્નેની સમસ્યા થાય છે.

ત્વચાની ઇલાસ્ટિસિટી ઘટવી

વધુ સ્ટ્રેસ લેવાથી ત્વચાનુ પ્રોટીન પ્રભાવિત થવા લાગે છે, જેનાથી ત્વચાની ઇલાસ્ટિસિટી પર અસર થાય છે. ઇલાસ્ટિસિટી ઘટવાથી કરચલીઓ અને ફાઇન લાઇન્સ જેવી સમસ્યા થઇ શકે છે.

ડ્રાઇ સ્કિન

સ્ટ્રેસ ત્વચાના ડ્રાઇનેસનું કારણ પણ બની શકે છે. વધુ સ્ટ્રેસ લેવાથી ત્વચા શુષ્ક થવા લાગે છે, જેનાથી એક્જિમા અને સોરાયસિસ જેવી સમસ્યા થઇ શકે છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર છવાયા સની લિયોનના ગ્લેમરસ લુક