હાડકા શરીરનો મુખ્ય ભાગ હોય છે, જેને મજબૂત રાખવાથી અનેક બીમારીઓ દૂર રહે છે. હાડકા મજબૂત રાખવા માટે હેલ્ધી લાઈફ સ્ટાઈલ ખૂબ જ જરૂરી છે.
જો તમારા હાડકાં નબળા પડી ગયા હોય, તો એવી વસ્તુને તમારી ડાયટમાં સામેલ કરો, જેમાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં હોય. કેલ્શિયમથી હાડકા મજબૂત થાય છે.
એવા અનેક ફૂડ્સ છે, જેને ડાયટમાં સામેલ કરવાથી તમારા હાડકા મજબૂત થઈ શકે છે. તો ચાલો આવા ફૂડ્સ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
ડેરી પ્રોડક્ટ એટલે કે દૂધ અને દહી જેવી વસ્તુઓ ખાવાથી શરીરના હાડકા મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ છે.
પાલક એક એવી શાકભાજી છે, જેમાં કેલ્શિયમ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. હાડકાને મજબૂત કરવા માટે પાલકને તમારી ડાયટમાં જરૂર સામેલ કરો.
બદામમાં વિટામિન-સી અને કેલ્શિયમ મળી આવે છે, જે હાડકાને ઝડપથી મજબૂત બનાવે છે.
હાડકાને મજબૂત કરવા માટે ડેઈલી ડાયટમાં સોયાબીનને સામેલ કરો. સોયાબીનમાં પ્રોટીન અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.