પેટની ગરમીથી પરેશાન છો? તો ચિંતા છોડો, તાત્કાલિક રાહત આપશે આ ઘરેલુ નુસખા


By Sanket M Parekh2023-05-25, 16:36 ISTgujaratijagran.com

લાઈફસ્ટાઈલ

ગરમીમાં ઘણી વખત ખોટી ખાણી-પીણીના કારણે પેટ સાથે સંકળાયેલી સમસ્યા થાય છે. જેનાથી રાહત મેળવવી મુશ્કેલ બની જાય છે.

ઘરેલુ ઉપાય

પેટની ગરમી થવા પર તમે આ અસરકારક ઉપાયો અજમાવીને રાહત મેળવી શકો છે. આ ઘરેલુ નુસખા એકદમ કારગર છે.

એલોવેરા જ્યૂસ

એલોવેરાના જ્યૂસની તાસીર ઠંડી હોય છે. પેટમાં ગરમી થવા પર એલોવેરાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. આ ઘરેલુ નુસખાની મદદથી રાહત મળશે.

ફૂદીનાનો જ્યૂસ

પેટની ગરમીથી છૂટકારો મેળવવા માટે ફૂદીનાનો જ્યૂસ રામબાણ મનાય છે. ફૂદીનાના જ્યૂસની તાસીર પણ ઠંડી હોય છે, જે પેટને ઠંડું રાખવામાં મદદ કરશે.

વરિયાળી

વધારે પેટમાં ગરમી થવા પર પાણીને થોડું ઉકાળીને તેમાં વરિયાળી મિક્સ કરીને પીવો. પેટની ગરમીમાં આ નુસખો ઘણો કારગર સાબિત થાય છે.

આમળાનું જ્યૂસ

આમળાનું જ્યૂસ દરરોજ ખાલી પેટે પીવું જોઈએ, કારણ કે આમળાની તાસિર પણ ઠંડી હોય છે.

નારિયેળ પાણી

ગરમીની સિઝનમાં નારિયેળનું પાણી ફાયદેમંદ હોય છે. નારિયેળ પાણી પીવાથી પેટની ગરમીમાં રાહત મળે છે.

ઘરમાં ડૉગ રાખવાના ફાયદા જાણીને તમે થઈ જશો દંગ