કોફી પાવડરથી વાળ ધોવાના મળશે જબરદસ્ત ફાયદા, જાણો તેના ઉપાય


By Hariom Sharma25, May 2023 10:30 AMgujaratijagran.com

કોફી પાવડરમાં ઘણા એવા ગુણકારી પોષકતત્ત્વો રહેલા હોય છે, જે વાળને લગતી ઘણી સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ કોફી પાવડરથી વાળ ધોવાથી મળતા ફાયદા વિશે.

ડેન્ડ્રફથી છુટકારો

સ્કેલ્પમાં ડ્રાઇનેસ અથવા ફંગલ ઇન્ફેક્શન થવાના કારણે ડેન્ડ્રફની સમસ્યા થવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કોફી પાવડરથી મિક્સ પાણીથી વાળ ધોવો, જેનાથી સ્કેલ્પમાં નમી વધશે અને આમા રહેલા એન્ટિ

વાળને મજબૂત બનાવે

કોફી પાવડર મિક્સ પાણી વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વાળને ખરતા અને તૂટતા રોકવા માટે કોફી પાવડરના પાણીથી વાળ ધોવા એક સારો વિકલ્પ છે.

સફેદ વાળ ઘટાડે

કોફી પાવડરવાળા પાણીથી વાળ ધોવાથી વાળ પર વધતી ઉંરના લક્ષણો ઘટાડી શકે છે. આમાં એન્ટિ-ઓક્સિડેન્ટ ગુણ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળને જલદી સફેદ થતાં રોકે છે અને સફેદ વાળને કાળા રાખવાનો પ્રયત્ન કરે છે.

વાળમાં શાનિંગ આવે છે

કોફી પાવડર મિક્સ પાણીથી વાળ ધોવાથી વાળ ચમકદાર અને શાઇની બને છે. કોફી પાવડર વાળને શુષ્ક થતાં અટકાવે છે અને તેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

વાળને પોષણ આપે છે

કોફી પાવડરથી વાળ ધોવાથી વાળ મજબૂત અને શાઇની બને છે. કોફી પાવડરમાં ઘણા એવા ગુણકારી તત્ત્વો રહેલા હોય છે, જે વાળને વધારવાની સાથે તેમાં પોષણ આપીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

મુલાયમ વાળ માટે ફાયદાકારક

કોફી પાવડરથી વાળ ધોવાથી વાળ સોફ્ટ રાખી શકાય છે. ગરમીમાં ફ્રિજી વાળની સમસ્યા ઘણી વધી જાય છે, જેનાથી છુટકારો મેળવવા માટે કોફી પાવડરને પાણીમાં મિક્સ કરીને તે મિશ્રણથી વાળ ધોવા ફાયદાકારક છે.

રોજ એક સફરજન ખાવાના ફાયદા