રોજ એક સફરજન ખાવાના ફાયદા


By Hariom Sharma2023-05-25, 10:00 ISTgujaratijagran.com

સ્વાદમાં મીઠા સફરજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ઈંગ્લિશની આ કહેવત તો તમે સાંભળી જ હશે, 'એન એપ્પલ અ ડે, કિપ્સ ધ ડોક્ટર અવે' આ માટે રોજ એક સફરજ ખાવાથી ઘણાં ફાયદા મળે છે.

સફરજનના પોષકતત્ત્વો

- પ્રોટીન - પેકટિન - આયર્ન - ફાયબર - વિટામિન - ફ્લેવોનોઇડ્સ

કોલેસ્ટ્રોલ ઘટાડે

શરીરનું કોલેસ્ટ્રોલ ઘટાડવા માગો છો તો સફરજનનું સેવન કરો. પોષકતત્ત્વોથી ભરપૂર સફરજન તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકે છે, સફરજનને બાફીને પણ ખાઇ શકાય છે.

ઈમ્યૂનિટી વધારે

સફરજનમાં એન્ટિ-ઓક્સિડેન્ટ રહેલું હોય છે, જે ઇમ્યૂનિટી બુસ્ટ કરી શકે છે. આ માટે રોજ એક સરફરજનું સેવન કરવાથી તમે તમારા શરીરને બીમારીઓથી દૂર રાખી શકો છો.

કબજિયાત દૂર કરે

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો ડાયેટમાં સફરજન સામેલ કરો. ફાયબર જેવા પોષકતત્ત્વોથી ભરપૂર હોવાના કારણે રોજ સફરજન ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

વજન ઘટાડે

ઓવરઇટિંગથી બચવા માટે અને શરીરની સ્થૂળતા ઘટાડવા માટે સફરજનનું સેવન કરવું. રોજ સવારે ખાલી પેટ એક સફરજન ખાવાથી તમારા શરીરમાં જામેલી ચરબીથી છુટકારો મેળવી શકો છો.

અન્ય ફાયદા

એક સફરજનનું સેવન રોજ કરવાથી તમે તમારા પાચનને તંદુરસ્ત રાખી શકો છો, સાથે સ્કિન પર પણ ગ્લો લાવી શકો છો. પથરી અને અસ્થમાં જેવી સમસ્યામાં પણ સફરજન ગુણકારી સાબિત થાય છે.

રાત્રે સૂતા પહેલા મેડિટેશન કરવાના ફાયદા