By Hariom Sharma2023-05-24, 19:01 ISTgujaratijagran.com
મેડિટેશન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ રાત્રે સૂતા પહેલા તેને કરવાથી પણ ઘણા ફાયદા મળે છે. આવો જાણીએ રાત્રે મેડિટેશન કરવાના કેટલાક ફાયદા વિશે.
ઊંઘ સારી આવે છે
રાત્રે સૂતા પહેલા મેડિટેશન કરવાથી ઊંઘ સારી આવે છે. આનાથી તણાવની સાથે શારીરિક થાક પણ ઘટે છે, જેનાથી ઊંઘની ગુણવત્તા વધે છે અને ઊંઘ સારી આવે છે.
સ્ટ્રેસ ઘટાડે
રાત્રે સૂતા પહેલા મેડિટેશન કરવાથી સ્ટ્રેસ ઘટે છે. આને કરવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે, જેનાથી સ્ટ્રેસ ઘટે છે. આ માટે સૂતા પહેલા 10થી 15 મિનિટ મેડિટેશન કરવું.
માથાના દુખાવામાં રાહત
દિવસભરની માનસિક અને શારીરિક થાકના કારણે ઘણી વાર રાત્રે સૂતા પહેલા માથાનો દુખાવો થાય છે. રાત્રે મેડિટેશન કરવાથી આ સમસ્યામાં રાહત મળી શકે છે. આનાથી બ્રેન સુધી બ્લડ ફ્લો વધે છે, જેનાથી માથાના દુખાવામાં ર
ઓવર થિકિંગથી બચાવે
ઘણા લોકોને રાતના સમયે ઓવર થિકિંગ કરવાની આદત હોય છે, જેનાથી સ્ટ્રેસ થઇ શકે છે. આમા મેડિટેશન કરવાથી તમે ઓવર થિકિંગની સમસ્યાથી બચી શકો છો.
હાર્ટ બીટ સામાન્ય
મેડિટેશન કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને તેના ફન્ક્શન સારી રીતે કામે કરે છે. રાતના સમયે મેડિટેશન કરવાથી હાર્ટ બીટની ગતિ સામાન્ય રહે છે.