By Hariom Sharma2023-05-24, 18:21 ISTgujaratijagran.com
સ્વિમિંગ કરવું એ શરીર માટે ખૂબ જ સારી કસરત છે. બાળકોને સ્વિમિંગ કરાવાથી સ્થૂળતા દૂર થાય છે, સાથે જ શારીરિક વિકાસમાં પણ મદદ મળે છે. આવો જાણીએ બાળકોને સ્વિમિંગ કરાવવું કેવી રીતે ફાયદાકારક છે.
સ્થૂળતા ઘટે છે
જો તમારું બાળક સ્થૂળ છે તો વજન ઘટાડવા માટે સ્વિમિંગ કરાવી શકો છો. સ્વિમિંગ કરતી વખતે કેલેરી સૌથી વધુ બર્ન થાય છે, જેનાથી વજન ઘટવામાં સરળતા રહે છે.
સ્નાયુઓ મજબૂત બને છે
બાળકોને સ્વિમિંગ કરાવવાથી તેમના સ્નાયુઓ મજબૂત બને છે, જેનાથી જોઇન્ટ્સ અને હાડકા હેલધી રહે છે. સ્વિમિંગ કરવાથી તેમના હાડકા સાથે જોડાયેલી સમસ્યા ઘટવા લાગે છે.
સ્ટ્રેન્થ વધારે
સ્વિમિંગ કરતા સમયે આખા શરીરની મૂવમેન્ટ થાય છે, જેનાથી શરીરના અંગો મજબૂત થવાની સાથે બાળકોની સ્ટ્રેન્થ વધે છે. આ કરવાથી તેમના બોડી પોશ્ચર સુધરે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે સારું
બાળકોને સ્વિમિંગ કરાવવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે, જેનાથી તેમનું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. આમ કરવાથી તેમની સ્ટ્રેસ અને ડિપ્રેશનની સંભવાના ઘટે છે.
સ્કિન માટે ફાયદાકારક
સ્વિમિંગ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આને કરવાથી બાળકોની સ્કિન શુષ્ક નથી થતી, સાથે જ તેમની સ્કિન હાઇડ્રેટ રહે છે.
આ મલ્ટીબેગર શેરમાં રોકાણથી 3 વર્ષમાં 1 લાખના થઈ ગયા રૂપિયા 2.39 કરોડ