કાર્ડિયાક અરેસ્ટથી બચવા અપનાવો આ આદતો, રહેશો ફિટ એન્ડ ફાઇન
By Sanket M Parekh2023-05-24, 16:33 ISTgujaratijagran.com
આવી વસ્તુઓ ખાવાનું ટાળો
જો તમે તમારા હાર્ટને હેલ્ધી રાખવા માંગો છો અને કાર્ડિયાક અરેસ્ટના ખતરાને ટાળવા માંગો છો, તો કેટલીક વસ્તુઓ ખાવાનું એકદમ ઓછું કરી દેવું જોઈએ.
નિતેશ પાંડેનું નિધન
અનુપમા સીરિયલ ફેમ નિતેશ પાંડેનું હાર્ટ એટેકથી થયેલા અવસાને એક વખત ફરીથી લોકોને પોતાના સ્વાસ્થ્ય અંગે વિચારવા મજબૂર કરી દીધા છે.
ગળી વસ્તુઓનું સેવન
ડાયાબિટીઝના દર્દીઓને હાર્ટની બીમારીનો ખતરો વધારે રહે છે. વધારે પડતાં ગળ્યા ફૂડ્સનું સેવન કરવાથી શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલ વધવા લાગે છે, જેથી હાર્ટ એટેક આવે છે.
વધારે પડતુ મીઠું
જરૂરત કરતાં વધારે મીઠાનું સેવન કરવાથી શરીરમાં સોડિયમ વધવા લાગે છે. એવામાં હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે અને નસો નબળી પડવા લાગે છે.
વધુ પડતા ફેટ વાળી વસ્તુ
બર્ગર, પિત્ઝા, સમોસા અને પુરી જેવા પ્રોસેસ્ડ અને ડીપ ફ્રાઈડ ફૂડ્સથી શરીરમાં કૉલેસ્ટ્રોલ વધી જાય છે, જે નસોને બ્લૉક કરી નાંખે છે.
દારુ અને તમાકુ
દારુ અને તમાકુના વધારે પડતા સેવનથી બ્લડ પ્રેશર, કૉલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ વધી જાય છે. જેથી હાર્ટ પર દબાણ વધવા લાગે છે.
આ સંકેતને સમજો
છાતીમાં દુખાવો, શ્વાસ ચઢવો, પીઠ, હાથ-પગ અને ખભામાં દુખાવો, ચક્કર આવવા જોવા લક્ષણો હાર્ટ એટેક આવતા પહેલાના સંકેત છે, જેને સમજી જવા જોઈએ અને તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ.