ચહેરા પર ઘી લગાવવાથી ત્વચા ચમકદાર બને છે, ચાલો જાણીએ કેવી રીતે લગાવવું


By Vanraj Dabhi20, Oct 2023 11:15 AMgujaratijagran.com

ઘી

ઘી ખાવાથી માત્ર સ્વાસ્થ્યને જ ફાયદો નથી થતો પરંતુ તે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર પણ બનાવે છે.

પોષક તત્વો

ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ તેમજ વિટામીન A, D, E અને K હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

ઘરેલું ઉપચાર

આ તકે તમે કેટલાક ઘરેલું ઉપચારની મદદથી ઘીનો ઉપયોગ કરીને ચમકતી ત્વચા મેળવી શકો છો. ચાલો તેના વિશે જાણીએ.

ચણાનો લોટ અને ઘી

સ્કિનને મુલાયમ અને ફ્રેશ રાખવા માટે બે ચમચી ચણાના લોટમાં બે ચમચી ઘી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.

મુલાયમ ત્વચા

આ પેસ્ટને તમારા ચહેરા પર 30 મિનિટ સુધી લગાવી રાખો, ત્યારબાદ તેને હળવા હાથે મસાજ કરીને સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

ઘી અને મધ

જો તમારા ચહેરા પર નોરમલ કરચલીઓ દેખાવા લાગી હોય તો અડધી ચમચી ઘી અને અડધી ચમચી મધ એક સાથે મિક્સ કરો.

કરચલીઓ દૂર કરે

આ મિશ્રણથી તમારા ચહેરાને હળવા હાથે મસાજ કરો અને લગભગ 20 મિનિટ ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.

ઘી અને હળદર

ગ્લોઈંગ અને ટેન ફ્રી સ્કિન મેળવવા માટે ઘી અને હળદરની પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો, તે સંપૂર્ણપણે સુકાવા દો, 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ મોટા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ડિનર કર્યા પછી ભૂલથી પણ આ કામ ન કરતા, નહીં તો બીમાર પડી જશો