આ ફેસ પેકના ઉપયોગથી ડાર્ક સ્પૉટ થઈ જશે દૂર, ચહેરો બેદાગ બનીને ચમકશે


By Sanket M Parekh2023-05-10, 16:27 ISTgujaratijagran.com

ડાર્ક સ્પૉટનું કારણ

શરીરમાં મેલાનિનની કમીના કારણે ત્વચા પર ડાર્ક સ્પૉટ થવા લાગે છે.

પિમ્પલ્સના કારણે

પિમ્પલ્સ એટલે કે ખીલને ફોડવાના કારણે ચહેરા પર નિશાન પડી જાય છે. આથી તમારે ખીલને એની મેળે ઠીક થવા દેવા જોઈએ.

સૂરજના હાનિકારક કિરણો

સૂરજના હાનિકારક કિરણો ત્વચાને અનેક રીતે નુક્સાન પહોંચાડે છે. જેના કારણે ડાર્ક સ્પૉટ થઈ જાય છે.

બટાકાનો રસ કામ આવશે

ચહેરા પર રહેલા ડાર્ક સ્પૉટ્સને આછા કરવા માટે બટાકાના રસનો ઉપયોગ કરી જુઓ. જેને તમારા ચહેરા પર લગાવો અને થોડીવાર બાદ મોંઢુ ધોઈ નાંખો.

મુલતાની માટી

મુલતાની માટીમાં અડધી ચમચી હળદર, 1 ચમચી મધ અને બે ચમચી ગુલાબ જળ મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો.

ચંદનથી બનાવો પેક

ચંદન પાવડરમાં ગુલાબ જળનું મિશ્રણ કરવાથી ફેસ પેક બની જશે. આ પેકને તમારા ચહેરા પર લગાવવો જોઈએ.

સ્કિન કેર

સ્કિનને દરરોજ સાફ કરો, ક્લીંજર કરો. જે બાદ ટોનરનો ઉપયોગ કરો. છેલ્લે સ્કિન પર મૉઈશ્વરાઈજર લગાવો.

હવે ઘરે જ બનાવો હર્બલ શેમ્પુ, વાળ સિલ્કી, સ્મૂધ અને સોફ્ટ બનશે