હવે ઘરે જ બનાવો હર્બલ શેમ્પુ, વાળ સિલ્કી, સ્મૂધ અને સોફ્ટ બનશે
By Sanket M Parekh
2023-05-10, 16:20 IST
gujaratijagran.com
સામગ્રી
1 કપ અરીઠા પાવડર, અડધા-અડધા કપ આમળા પાવડર, શિકાકાઈ અને અળસી લેવાની રહેશે.
કેવી રીતે બનાવશો?
અરીઠાથી હર્બલ શેમ્પુ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં 3-4 ગ્લાસ પાણી નાંખીને તેને ઉકાળો, જે બાદ તેમાં જણાવવામાં આવેલી સામગ્રીઓ નાંખી દો.
કેવી રીતે ઉપયોગ કરશો?
ધીમા તાપે તેને 15 મિનિટ સુધી ઉકળો. જે બાદ ગળણીથી ગાળીને તેને ઠંડુ થવા દો. શેમ્પુ તૈયાર થઈ ગયુ, જેનાથી તમે વાળ ધોઈ શકો છો.
અરીઠા કાફી છે
વાળને ધોવાના હોય, તેની એક રાત પહેલા અરીઠાને પાણીમાં પલાળીને રાખો. બીજા દિવસે સવારે તેના બીજ નીકાળીને થોડી વાર ઉકાળ્યા બાદ તે પાણીથી વાળ ધુઓ.
આમળાથી બનાવો હોમમેડ શેમ્પુ
આ માટે આમળા, અરીઠા, શિકાકાઈ અને મેથીના દાણા જેવી સામગ્રી એકઠી કરો.
કેવી રીતે બનાવશો?
શેમ્પુ ડ્રાય આમળા, અરીઠા અને શિકાકાઈ તમને માર્કેટમાંથી મળી જશે. આ તમામ સામગ્રીઓને સરખા પ્રમાણમાં એક રાત પહેલા પાણીમાં પલાળીને રાખો.
આવી રીતે ઉપયોગ કરો
બીજા દિવસે તેના બીજને નીકાળીને થોડીવાર પાણીમાં ઉકાળો, પછી ગળણીથી ગાળી લો. શેમ્પુ તૈયાર થઈ ગયું છે અને તેનાથી વાળ ધોઈ શકો છો.
પૈસાની તંગી દૂર કરવા માટે અપનાવો તુલસીના આ અચૂક ઉપાય, થઈ જશો માલામાલ
Explore More