By Hariom Sharma2023-05-10, 09:26 ISTgujaratijagran.com
નીલગીરીનું તેલ
નીલગીરીનું ફ્રોઝન શોલ્ડરની સમસ્યા ઘટાડવામાં ગુણકારી હોય છે. આને લગાવવાથી સ્નાયુઓમાં ગરમાવો આવવાની સાથે બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. જેનાથી દુખાવો અને જકડનતી રાહત મળે છે.
લવેન્ડર તેલ
ફ્રોઝન શોલ્ડરમાં તમે લવેન્ડર તેલનો ઉપયોગ કરી શકો છો. આ મસલ્સને એક્ટિવ કરીને દુખાવો અને જકડનમાં ઘટાડો કેર છે. આનાથી ખભાની મસાજ કરવાથી સાથે ગરમ પાણીમાં મિક્સ કરીને સ્નાન પણ કરી શકો છો.
લવિંગનું તેલ
ફ્રોઝન શોલ્ડરમાં તમે લવિંગના તેલની મસાજ પણ કરી શકો છો. આમા દુખાવો, સોજા અને જકડનની સમસ્યા ઘટે છે. આને લગાવવાથી સ્નાયુઓના દુખાવની સાથે આર્થરાઇટિસના દુખાવામાં પણ રાહત મળે છે.
તલનું તેલ
તલમાં રહેલા ગુણ સોજા ઘટાડવાની સાથે જકડનમાં પણ રાહત અપાવે છે. આ તેલ બ્લડ સર્ક્યુલેશન વધારીને સ્નાયુઓનો તણાવ ઘટાડે છે, જેનાથી ફ્રોઝન શોલ્ડરમાં ઘણી રાહત મળે છે.
આદુંનું તેલ
આદુંનું તેલ સ્નાયુઓની સાથે સાથે ખભાની જકડન દૂર કરવામાં પણ મદદ કરે છે. આને લગાવવાથી સ્નાયુઓ દુખાવો ઘટે છે સાથે જ મસલ્સના ખેંચાવામાં પણ રાહત મળે છે.