વરિયાળી વડે તમે ચહેરાની સુંદરતામાં પણ વધારો કરી શકો છો જાણો કેવી રીતે


By Smith Taral13, Feb 2024 06:28 PMgujaratijagran.com

વરિયાળીનો ઉપયોગ દરેકના ઘરમા કરવામાં આવે છે. ખાસકરીને વરિયાળી મુખવાસમાં ખાવામાં આવે છે, આ ઉપરાંત તેનો શરબત પણ ખૂબ ટેસ્ટી લાગે છે. પણ શુ તમે જાણો છો વરિયાળી સ્કીન કેરમા પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો જાણીએ કેવી રીતે

વરિયાળી

વરિયાળીમાં કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર જેવા ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ કે વરિયાળી ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે અને તમે તમારી સુંદરતા કેવી રીતે વધારી શકો છો

ઓટમીલ પાવડર

વરિયાળીના પાવડરને ઓટમીલ અને પાણીમાં ભેળવીને એક પેસ્ટ તૈયાર કરી લો, ત્યારપછી આ પેસ્ટને ચહેરા પર લગાવો આ કરવાથી તમારી સ્કીન સારી રીત એક્સફોલિયેટ થશે.

ગુલાબજળ

વરિયાળીના પાઉડરમાં ગુલાબજળ મીકસ કરીને ચહેરા પર લગાવવાથી તમને ખીલ અને ખીલની સમસ્યામાં રાહત મળે છે

You may also like

દહીંનો ઉપયોગ કરવાની 6 અનોખી રીત જાણી લો સ્વસ્થ રહેશે વાળ અને ત્વચા

આ જ્યુસ પીવો બનાવશે તમારી સ્કીન ગ્લોઈંગ અને સુંદર

સ્ટીમ લેવું

વરિયાળીના પાણીની વરાળ લઈને પણ ચહેરાને સુંદરતામાં વધારો કરી શકો છો. વરિયાળીના પાણીમાં ઉકાળો અને પછી તે પાણીની વરાળ લો.

આંખોના સોજા થશે ઓછા

વરિયાળીને એક બાઉલ પાણીમાં આખી રાત પલાળી રાખો અને પછી સવારે તે પાણીમાં કપાસ ડુબાડીને આંખો પર લગાવો. આમ કરવાથી આંખોના સોજા ઓછા કરી શકાય છે.

હિમોગ્લોબિન વધશે આ 10 પોષકતત્વોયુક્ત ફળોનું સેવન કરો