Skin Care: સ્કિન ઈન્ફેક્શનથી પરેશાન છો, તો અજમાવો આ ઘરગથ્થુ નુસખા


By Sanket M Parekh30, Mar 2025 04:30 PMgujaratijagran.com

ફંગલ ઈન્ફેક્શન

ગરમી, પરસેવો, ધૂળ અને બેક્ટેરિયાના કારણે સ્કિન પર ઈન્ફેક્શન થવા લાગે છે. સ્કિન ઈન્ફેક્શનના કારણે લાલ ચકામા પડવા, સતત ખંજવાળ અને ફંગલ ઈન્ફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે. કેમિકલ વાળી ક્રીમ અને દવાઓથી ઘણી વખત સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. જો કે કેટલાક ઘરગથ્થુ નુસખા અજમાવીને તમે નેચરલી આ ઈન્ફેક્શન મટાડી શકો છો.

હળદરનો ઉપયોગ

હળદરમાં એન્ટી બેક્ટેરિયલ એન્ટી સેપ્ટિક ગુણ મળી આવે છે. હળદર અને નારિયેળના તેલની પેસ્ટ બનાવીને સ્કિન પર લગાવવાથી ઈન્ફેક્શન જલ્દી મટે છે.

એલોવેરા જેલમાં રાહત

એલોવેરા જેલમાં ઠંડક આપનાર અને હીલિંગ પ્રોપર્ટીઝ હોય છે. જેને ઈન્ફેક્ટેડ ભાગ પર લગાવવાથી બળતરા અને ખંજવાળની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

લીમડાના પાંદડા

લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળીને તે પાણીથી ન્હાવાથી તેમજ લીમડાની પેસ્ટ લગાવવાથી સ્કિન ઈન્ફેક્શન જલ્દી મટવામાં મદદ મળી શકે છે.

નારિયેળના તેલની અસર

નારિયેળના તેલમાં રહેલ એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ સ્કિનથી ફંગલ ઈન્ફેક્શન દૂર કરવા અને સ્કિનને મૉઈશ્વરાઈઝ રાખવામાં મદદ કરે છે.

દહીથી સારવાર

દહીમાં રહેલા પ્રોબાયોટિક્સ અને લેક્ટિક એસિડ સ્કિન ઈન્ફેક્શનને ઓછું કરવામાં મદદ કરે છે.

લસણનો ઉપાય

લસણમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે.આથી લસણનો રસ ઈન્ફેક્ટેડ ભાગ પર લગાવવાથી ઈન્ફેક્શન ઝડપથી મટવા માંડે છે.

બેકિંગ સોડાથી ખંજવાળથી છૂટકારો

બેકિંગ સોડામાં સોજા અને બળતરા ઓછી કરવાના ગુણધર્મો હોય છે. આથી બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને ઈન્ફેક્ટેડ ભાગ પર લગાવવાથી તાત્કાલિક આરામ મળે છે.

Heart Attack Sign: હાર્ટ એટેક પહેલા શરીર આપે છે આ સંકેત, બચવા માટે આટલું કરો