હાઈ કોલેસ્ટ્રોલ નસોમાં ફેટ જમા કરે છે, જેના પરિણામે બ્લડ ફ્લો અવરોધાય છે અને હાર્ટને બ્લડ પંપ કરવામાં સમસ્યા થાય છે. જે હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ છે. તો ચાલો કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. કે.કે. કપૂર પાસેથી જાણીએ કે, હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં ક્યા-ક્યા સંકેત જોવા મળે છે
વધારે પડતું તીખું-તળેલુ ખાવું, બેઠાડું જીવનશૈલી, વધુ પડતું વજન અને સ્મોકિંગ-ડ્રિન્કિંગ જેવી આદતો હાઈ કૉલેસ્ટ્રોલ વધવાનું મુખ્ય કારણ બને છે.
હાઈ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેક પહેલા ગભરામણ, છાતીમાં દુખાવો, સતત પરસેવો વળવો અને ઉબકા આવવા તેમજ હ્રદયના ધબકારા ઝડપી બનવાના લક્ષણો જોવા મળે છે.
વજન વધવુ, શ્વાસ લેવામાં તકલીફ, સ્કિનમાં ફેરફાર, સિરોસિસ, સતત થાક અનુભવવો અને છાતીમાં દુકાવો હાઈ કોલેસ્ટ્રોલના મુખ્ય લક્ષણ છે.
હેલ્ધી ડાયટ, એક્સરસાઈઝ, સ્મોકિંગ-ડ્રિન્કિંગની આદત છોડી, વધુ પડતું પાણી પી અને નિયમિત હેલ્થ ચેકઅપ થકી તમે હાઈ કૉલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો.
ઓટ્સ, નટ્સ, એવોકાડો, ફેટી ફિશ, ફળ, લીલા શાકભાજી અને ઓછી ફેટ ધરાવતી ડેરી પ્રોડક્ટ્સ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે.
હાઈ કોલેસ્ટ્રોલથી નસોમાં બ્લોકેજ થઈ જાય છે. જેના પરિણામે બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત નથી થતું અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
જો વારંવાર છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, વધુ પડતો થાક લાગવો અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા રહેતી હોય, તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ.