Skin Care: ગરમીમાં ત્વચાની સમસ્યા થશે, રાખો ધ્યાન


By hariom sharma23, Feb 2023 08:00 AMgujaratijagran.com

પાણી ભરપૂર પીવો

સામાન્ય રીતે દિવસમાં છથી સાત ગ્લાસ પાણી પીવું જોઇએ. આનાથી પેટ સાફ રહેશે અને ત્વચામાં રોનક દેખાશે.

સનગ્લાસનો ઉપયોગ કરો

હાનિકારક યુવી લાઇટના કારણે આંખ નીચે કરચલીઓ પડી શકે છે. આ કારણથી તડકામાં સનગ્લાનસનો ઉપયોગ કરવો જોઇએ.

સનસ્ક્રીન લગાવી

તડકામાં નીકળતા પહેલાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવો. ઘરેથી નીકળવાના 15 મિનિટ પહેલાં લગાવવી.

સમજી-વિચારીને કપડાંની પસંદગી કરો

શરીર વધુમાં વધુ ઢંકાય તેવા કપડાં પહેરવાથી ત્વચાને તડકાથી રાહત મળે છે. સાથે જ ખુલ્લા કપડાં પહેરવાથી પરશેવો પણ રોકાતો નથી.

એન્ટિઓક્સિડેન્ટ લોનશ લગાવો

જો તડકાંના કારણે સનબર્નની સમસ્યા થઇ છે, તો એન્ટિઓક્સિડેન્ટવાળા લોશનનો ઉપયોગ કરવો. આના ઉપયોગથી ત્વચા જલદી સારી થશે.

Chocolate Side Effect: ચોકલેટ ખાવાના શોખીન છો, તો જાણો તેનાથી થતાં નુકસાન વિશે