ચોકલેટ ખાવાના ફાયદા પણ છે, આ એન્ટિઓક્સિડેન્ટના ગુણોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પંરતુ ચોકલેટ ખાવાના ફાયદાની સાથે નુકસાનકારક પણ છે.
જો તમે જરૂરથી વધારે ચોકલેટ ખાવ છો તો, હાડકાં નબળા પડી શકે છે. રિપોર્ટ પ્રમાણે ચોકલેટ ઓસ્ટિયોપોરોસિસનું કારણ બની શકે છે.
ચોકલેટ ખાવાથી વજન વધવા લાગે છે. જો તમે ખૂબ જ ચોકલેટ ખાવ છો, તો તમે સ્થૂળતાનો શિકાર બની શકો છો. આમાં શુગરની માત્રા વધુ હોય છે, જેનાથી વજન વધી શકે છે.
ઘણાં લોકો રાત્રે ઊઠીને ચોકલેટ ખાય છે. જો તમે પણ આવું કરો છો તો, આ અનિદ્રાનું કારણ બની શકે છે. ચોકલેટમાં કેફીન હોય છે.આ જરૂરતથી વધારે ખાવાથી ઊંઘની સમસ્યા થઇ શકે છે.
જો તમને ગેસની સમસ્યા છે, તો ચોકલેટથી દૂર જ રહેવું. એસિડિટીની સમસ્યામાં ચોકલેટ ના ખાવીની સલાહ આપવામાં આવે છે. આમાં રહેલો કોકો પાવડર ગેસનું કારણ બને શકે છે. જેનાથી છાતીમાં બળતરાની સમસ્યા થાય છે.