Gujarati Shaak: સિંગભજીયા વાળું આખા ગુવારનું શાક


By Vanraj Dabhi03, Oct 2024 10:55 AMgujaratijagran.com

ગુવારનું શાક

ગુવારનું શાક તો તમે ખાધું જ હશે પરંતુ તમે સિંગભજીયા વાળું આખા ગુવારનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય, જાણી લો યુનિક રેસીપી.

સામગ્રી

સિંગભજીયા, ગુવાર, રાઈ, જીરું, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠો લીમડો, ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ, પાણી, કોથમરી,

સ્ટેપ-1

સૌ પ્રથમ ગુવારની સિંગ ધોઈ આગળ અને પાછળના ભાગને કાઢી લો.

સ્ટેપ-2

હવે એક ખાંડણીમાં સિંગભજીયા નાખીને અધ કચરા ખાંડી લો.

સ્ટેપ-3

હવે એક પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,મીઠો લીમડો, આદુ-મરચાની પેસ્ટ અને ડુંગળીની પ્યુરી ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં મીઠું, મરચું,હળદર,ધાણાજીરું અને થોડું પાણી નાખીને વઘાર કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં આખો ગુવાર, અધ કચરા ખાંડેલા સિંગભજીયાનો ભૂકો અને થોડું ઉમેરીને 3 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.

સર્વ કરો

હવે તેમાં કોથમરી ગાર્નિશ કરીને રોટલી સાથે ગરમા- ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મહાત્મા ગાંધીના પરિવારના સભ્યોની દુર્લભ માહિતી,તસવીરો જુઓ