આ તસવીર ગાંધીજીના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધીની છે. તેઓ સફેદ ધોતી, કાળા બૂટ, સફેદ ગમછા અને સફેદ પાઘડીમાં જોવા મળે છે
આ તસવીરમાં મહાત્મા ગાંધીના માતા પુતળીબાઈની છે. તેઓ હાથમાં માળા સાથે જોવા મળે છે.
માતા પુતળીબાઈના ચાર સંતાનો હતા, લક્ષ્મીદાસ, કરસનદાસ, રલિયાત બહેન અને મોહનદાસ. આ તસવીર મોટાભાઈ લક્ષ્મીદાસની છે.
સફેદ સાડી અને ગાંધીજીની માફક કાળા ચશ્મા પહેરેલ આ મહિલા તેમના બહેન છે, જેમનું નામ રલિયાત બહેન છે.
આ તસવીરમાં જોવા મહાત્મા ગાંધીની બાળપણની તસવીર જોવા મળે છે. તે સમયે તેઓ સાત વર્ષની ઉંમરના હતા. ચાર ભાઈ-બહેનોમાં તેઓ સૌથી નાના હતા.