આજકાલ ખોટી જીવનશૈલીના કારણે લોકો તેમના વધતા વજન અને પેટની ચરબી વધવાને લઈને સતત ચિંતિત છે. ઘણી વખત અથાગ પ્રયત્નો કરવા છતાં પણ પેટની ચરબી ઓછી થવાનું નામ નથી લેતી.આવી સ્થિતિમાં તમે કેટલાક આસન કરીને તમે તેનાથી રાહત મેળવી શકો છો, આવો જાણીએ.
આ આસન પેટની ચરબી ઘટાડવા અને સ્નાયુઓને મજબૂત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.આ આસનથી આખા શરીરના સ્નાયુઓ ખેંચાય છે, જે તમને પરફેક્ટ બોડી ફિગર આપે છે.
તમારી પીઠ પર સૂઈ જાવ અને બંને હાથ અને પગને સીધા કરો, હવે તમારા બંને પગને વાંકા કર્યા વિના કોઈપણ ટેક વગર સીધા હવામાં ઉંચા કરો, આ પછી તમારી કમરનો ઉપરનો ભાગ ઉંચો કરો અને હિપ્સને જમીન પર રાખો.
પેટની ચરબી ઘટાડવા માટે આ આસન ખૂબ જ સારું માંનવામાં આવે છે.આ આસન કરવું ખૂબ જ સરળ છે. તે તમારા બેડોળ શરીરને સરખુ બનાવે છે.
તમારા પેટ પર સૂઈ જાવ અને બંને હાથ અને પગ સીધા રાખો, હવે તમારી હથેળીઓની મદદથી પેટ અને છાતીને ઉંચા કરો, હાથ સીધા કરતી વખતે ઘૂંટણને પણ ઉંચા કરો, 30-40 સેકન્ડ સુધી આ મુદ્રામાં રહો.
ફિટનેસ જાળવવા માટે આ આસન ફત્તમ માનવામાં આવે છે. તેના નિયમિત અભ્યાસથી શરીરની ચરબા જ નહીં કમર અને પીઠનો દુખાવો પણ ઓછો કરે છે. આને ઘરે સરળતાથી કરી શકાય છે.
તમારા પેટ પર સૂઈ જાવ અને બંને હાથ અને પગને સીધા રાખો, લાંબો શ્વાસ લઈને છાતીને ઉંચી કરો અને નાભિ જમીનને અડવી ન જોઈએ, બંને હાથના બાવડા સીધા રાખો અને ગરદન પાછળની તરફ ખેંચો, આનાથી પેટ ખેંચાવાની લાગણી થશે.
આ આસન કરવાથી તમે શરીરને યોગાભ્યાસ માટે તૈયાર કરો છો. તેનાથી શરીરમાં સ્થિતિસ્થાપકતા આવે છે.40 વર્ષની મહિલાઓએ નિયમિતપણે આનો અભ્યાસ કરવો જોઈએ.