વજન ઘટાડવા માટે છાશમાં મિક્સ કરો આ વસ્તુઓ


By Hariom Sharma24, Jul 2023 09:00 AMgujaratijagran.com

છાશ ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે,જે તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે. આ માટે વજન ઘટાડવા માટે છાશમાં આ વસ્તુઓ મિક્સ કરો.

ફુદીનો

એક ગ્લાસ છાશમાં ફુદીનાના પાંદડા અથવા તેનો રસ મિક્સ કરીને પીવો. પોષકતત્ત્વોથી ભરપૂર છાશમાં ફુદીનો મિક્સ કરીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

જીરા પાવડર

એક ગ્લાસમાં થોડુ જીરાનો પાવડર મિક્સ કરવાથી સ્વાદની સાથે સાથે સ્થૂળતા પણ ઘટાડી શકો છો. જીરામાં ઘણા પોષકતત્ત્વો રહેલા હોય છે, જે મેટાબોલીજમ બુસ્ટ કરી શકે છે.

કોથમીર

કોથમીર

આદુનો રસ

વજન ઘટાડવા માટે છાશની સાથે આદુના રસનું સેવન પણ ફાયદાકારક હોય છે. આ માટે એક ગ્લાસ છાશમાં એક ચમચી આદુના રસનું સેવન કરવાથી પાચન પણ મજબૂત થાય છે.

લીલા મરચાની પેસ્ટ

મેટાબોલીજમ બુસ્ટ કરવા અને વજન ઘટાડવા માટે છાશનું સેવન લીલા મરચા સાથે કરી શકો છો. એક ગ્લાસ છાશમાં થોડા લીલા મરચાની પેસ્ટ મિક્સ કરીને પીવો.

તુલસીના પત્તા

ગુણોથી ભરપૂર હોય છે તુલસીના પત્તા, જે શરીરને હેલ્ધી રાખે છે. એક ગ્લાસ છાશમાં તુલસી પત્તા અથવા તેનો રસ મિક્સ કરીને પીવાથી સ્થૂળતાથી છુટકારો મળી શકે છે.

છાશના પોષકતત્ત્વો

- પ્રોટીન - ફાયબર - સોડિયમ - કેલ્શિયમ - વિટામિન B-12

ટાઇટ જીન્સ પહેરવાથી થઇ શકે છે આ 6 નુકસાન