દહીં જો ખાટું થઈ ગયું હોય તો આ 8 ટ્રીક્સ અપનાવો, બનાવો ભોજનને સ્વાદીષ્ટ


By Smith Taral15, Mar 2024 12:03 PMgujaratijagran.com

કરી

ખાટા દહીંમાંથી કઢી બનાવવી સહેલુંં નથી કહી, પણ એનો સ્વાદ ખૂબજ ટેસ્ટી હોય છે, તેમાં ચણાના લોટ નાખી સ્વાદિષ્ટ કઢી બનાવી શકાય છે.

છાશ

ખાટા દહીંમાં પાણી, મીઠું અને મસાલા ઉમેરીને છાશ બનાવી શકાય છે. છાશ પેટના સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે, આને ઉનાળામાં પીવાથી શરીરને ઠંડક મળે છે

ઢોકળા

સોજીમાં ખાટું દહીં અને મીઠું અને મસાલા મિક્સ કરીને ટેસ્ટી ઢોકળા બનાવી શકાય આવે છે.

ભટુરા

સ્વાદિષ્ટ ભટુરા બનાવવા માટે લોટમાં સોડા ને બદલે ખાટું દહીં ઉમેરો, ભટુરાનો સ્વાદ ઓર વધશે

ઈડલી

જો ખાટા દહીંથી ઇડલી બનાવવામાં આવે તો એ વધારે સ્પંજી અને સોફ્ટ બને છે.

દહીં બટાકા

દહીં બટાકા બનાવતી વખતે, બટાકામાં ફ્રેશ દહીંને બદલે ખાટું દહીં ઉમેરો. દહીં બટાકામાં આનાથી સ્વાદ આવશે

દહીં ભાત

બચેલા ભાત આનાથી સારો ઉપયોગ હોઈ ન શકે. ભાતમાેં દહીં મિક્સ કરીને ઉપર સરસવ અને લીલાં મરચાં વઘાર નાખીને તેને ટેસ્ટી બનાવી શકાય છે.

ચીલા

ચણાનો લોટ, સોજી અથવા મગની દાળ, ડુંગળી અને ટામેટા સાથે ખાટા દહીં મીક્સ કરીને ચીલાને બનાવી શકાય છે.

ઢોસા

ખાટા દહીંમાં ચોખા અને મેથીના દાણાને લગભગ 3 કલાક પલાળી રાખો અને તેનાથી ઢોસાનું બેટર બનાવી લો. આ પછી તેમાં ખાટું દહીં ઉમેરો અને 6 કલાક માટે આથો આવવા દો.

લીંબુની છાલ અને મધ લગાવવાથી ચહેરો થશે સાફ અને સ્વસ્થ