આપણે આપણી સ્કીનને સારી અને સ્વસ્થ રાખવામાં માટે ઘણા ઉપાયો કરીએ છીએ. જો તમે બહારની ક્રીમ અને ફેસવોશ લગાવીને બોર થઈ ગયા હોવ તો તમે ઘરેલું ઉપચારમાં તમે લીંબુની છાલ પર મધ લગાવી શકો છો.
આ બંનેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો ભરપૂર હોય છે. તેને મીક્સ કરીને એકસાથે ઉપયોગ કરવાથી સ્કીન સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે.
જો તમને સનબર્ન જેવી સમસ્યા હોય તો તમે સ્કીનને લીંબુની છાલ પર મધ લગાવીને તેનો ઉપયોગ કરી શકો છો આ તમારી ત્વચા પરના ફોલ્લીઓ અને ડાઘને ઘટાડવામાં મદદ કરે છે
ચહેરા પર પિગમેન્ટેશન ઘટાડવા માટે લીંબુની છાલ અને મધ ઘણો કારગર ઉપાય છે, આ તમારી સ્કીનને યંગ અને સ્વસ્થ રાખે છે
લીંબુની છાલ પર મધ લગાવીને ચહેરા પર મસાજ કરવાથી સ્કીનની ડ્રાયનેસ દૂર થાય છે. આ સિવાય, તે પિમ્પલ્સને પણ ઘટાડે છે.
આ માટે લીંબુની છાલ પર થોડું મધ લગાવો. હવે તેને હળવા હાથે ચહેરા પર લગાવો. હવે આ છાલની મદદથી તમારા ચહેરા પર મસાજ કરો.
ચહેરા પર માલિશ જ હળવા હાથથીજ કરવી જોઈએ, 1-2 મિનિટ સુધી મસાજ કર્યા પછી, આ મીક્સરને થોડી વાર માટે ચહેરા પર રહેવા દો.
હવે ચહેરાને પાણીથી સાફ કરી લો અને મોઇશ્ચરાઇઝર લગાવી લો. તમે આ અઠવાડિયામાં આ બે વાર કરી શકો છો.
સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ