આપણે ઘરમાં રાખેલી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરતા નથી. એમા પણ જુના થઈ ગયેલા કપડા કબાટમાં પડ્યા રહે છે. જેને થોડા સમય પછી ફેંકી દેઈએ છે. આ કપડાનો ક્રીએટીવલી યુઝ પણ કરી શકાય આ સ્ટોરીમાં આપણે એ વિશે જ જાણીશું
જો તમારું જેકેટ જૂનું છે, તો તમે તેનાથી તમારા પાલતુ ડોગ્સ કે બિલાડી માટે કપડાં બનાવી શકો છો આ સિવાય તમે તમારા પાલતુ ડોગ્સ પથારી પણ બનાવી શકો છો.
જૂના જેકેટ્સ ઘણીવાર ઘરમાં પડેલા રહે છે. આનો ઉપયોગ કરીને તમે બેગ સીવી શકો છો. આ હે બજારમાંથી વસ્તુઓ લાવવા લઇ જવા માટે ઉપયોગી થશે.
તમે જૂના જેકેટમાંથી ગાદલા પણ બનાવી શકો છો. આ માટે, જેકેટની અંદરના નરમ ભાગનો ઉપયોગ કરી તમે સોફટ ગાદલા તૈયાર કરી શકો છો.
જૂના જેકેટની મદદથી તમે તમારો સામાન રાખવા માટે એક થેલી બનાવી શકો છો.
પિલો કવર બનાવવા માટે જૂના કપડા બનાવી શકાય છે. જો જેકેટ પીછાનું બનેલું હોય તો તે પણ ખૂબ જ સારું લાગે છે
ફ્લોર ટાઇલ્સ અથવા ફર્નિચર સાફ કરવા માટે તમે જૂના જેકેટનો ઉપયોગ કરી શકો છો.
તમે આ રીતે જૂના જેકેટનો ફરીથી ઉપયોગ કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ