તણાવ એક માનસિક રોગ છે. જ્યારે કોઈ પણ સ્થિતિમાં આપણું ખુદ પર નિયંત્રણ ના રહે, તો આપણને તણાવ થવા લાગે છે. જીવનમાં અનેક એવી ઘટના કે પરિસ્થિતિઓ પણ તણાવનું કારણ બની શકે છે. તણાવ થવા પર આપણા શરીરથી સ્ટ્રેસ હોર્મોન નિકળે છે.
તણાવ થવા પર ચિંતા અને ડર, ઉદાસી, ધબકારા વધી જવા, ઊંઘની સમસ્યા, બ્લડ પ્રેશર, માંસપેશિયોમાં તણાવ જેવા લક્ષણો જોવા મળે છે.
તણાવ થવા પર લોકો સ્મોકિંગ અથવા દારૂનું સેવન કરવા લાગે છે. જણાવી દઈએ કે, વધારે સ્મોકિંગ કરવાથી શરીરની સાથે માનસિક તણાવ પણ વધે છે. એવામાં સ્મોકિંગના કરવું જોઈએ.
દરરોજ 8 કલાકની પૂરતી ઊંઘ લો. પૂરતી ઊંઘ ના લેવાથી પણ વધારે થાક લાગી શકે છે. આ સાથે જ તે તમારી મેન્ટલ હેલ્થ પર પણ વિપરિત અસર કરે છે.
એક્સરસાઈઝ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. આ ઉપરાંત મનને શાંત રાખવા માટે તમે મેડિટેશન પણ કરી શકો છો.
તણાવને દૂર રાખવા માટે તમારી ડાયટમાં સુધારો કરો. આ માટે વધુમાં વધુ લીલા શાકભાજી, ફળ અને માંસને તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. જેનાથી તમે શારીરિક ઉપરાંત માનસિક રીતે પણ સ્વસ્થ્ય રહેશો.