અમૃતથી કમ નથી બકરીનું દૂધ, સ્વાસ્થ્યને મળતા ચમત્કારિક ફાયદા જાણીને ચોંકશો તમે


By Sanket M Parekh25, Oct 2023 04:11 PMgujaratijagran.com

પોષક તત્વ

બકરીના દૂધમાં પોટેશિયમ, વિટામિન બી, લિપિડ, કેલ્શિયમ મળી આવે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી શરીરની ડાઈઝેશન સિસ્ટમ પણ સારી રહે છે. બકરીના દૂધથી મળનારા ફાયદા વિશે વિગતવાર જાણીએ...

સ્કિન

બકરીના દૂધમાં મળી આવતા PHનું સ્તર સ્કિનના PH સ્તર બરાબર હોય છે. જેના કારણે બકરીનું દૂધ વ્યવસ્થિત રીતે શરીરમાં અવશોષિત થાય છે. જેના સેવનથી કરચરીની સમસ્યા દૂર થાય છે.

ઈમ્યુનિટી વધારશે

બકરીના દૂધમાં સેલેનિયમ નામનું મિનરલ મળી આવે છે. જે ઈમ્યુન સિસ્ટમને વધારે છે. આ સાથે જ આ દૂધ શરીરમાં એનર્જી લેવલ વધારવાનું પણ કામ કરે છે.

સોજા ઓછા કરશે

બકરીના દૂધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે શરીરમાં કોઈ પણ પ્રકારના સોજાને ઓછા કરવાનું કામ કરે છે. સવાર-સાંજ એક ગ્લાસ બકરીનું દૂધ પીવાથી ફાયદો મળશે.

હાડકા મજબૂત બનશે

માત્ર ગાયના દૂધમાં જ નહીં, પરંતુ બકરીના દૂધમાં પણ કેલ્શિયમ અધિક પ્રમાણમાં મળી આવે છે. જેને પીવાથી આપણા હાડકા મજબૂત થાય છે. આ સાથે જ તેમાં ટ્રાઈપ્ટોફેન મળી આવે છે. જે દાંતને મજબૂત બનાવે છે.

વજન ઘટાડશે

શરીરનું વજન ઓછું કરવામાં બકરીનું દૂધ ખૂબ જ ફાયદેમંદ નીવડે છે. જેની અંદર ફેટી એસિડ હોય છે, જે શરીરમાંથી એક્સ્ટ્રા વસાને હટાવવાનું કામ કરે છે અને મોટાપો વધતા રોકે છે.

મેમરી પાવર વધારશે માઇન્ડ ગેમ્સ