મગજને સ્વસ્થ રાખવામાં અને મેમરી પાવર વધારવામાં માઇન્ડ ગેમ્સ તમારી મદદ કરી શકે છે. આનાથી આઇક્યૂ લેવલ વધારવામાં પણ મદદ મળે છે. આ સ્ટોરીમાં જાણો આવી જ કેટલીક માઇન્ડ ગેમ્સ વિશે.
આ ઇન્ડોર ગેમ છે. આને બે લોકો રમી શકે છે. ચેસ રમવાથી એકાગ્રતામાં વધારો થાય છે. આ ગેમથી તમને પ્લાનિંગ અને અનુશાસન પણ શીખવા મળે છે.
મેમરી પાવર વધારવા માટે તમે રૂબિક્સ ક્યૂબ ગેમ્સ રમી શકો છો. આ ખૂબ જ અઘરી રમત છે. આમાં તમારે ક્યૂબની સાઇડ્સને એક સિકવન્સમાં રાખવાનું હોય છે.
આ રમત ઘણા લોકોએ નાનપણમાં રમી હશે. ક્રોસવર્ડ્સ ગેમ તમારી વિચારવાની ક્ષમતા વધારે છે. આનાથી તમારું મગજ એક્ટિવ રહે છે.
આ એક ખૂબ જ ફેમસ ગેમ છે. આનાથી તમારું મગજ તેજ થાય છે. સુડોકુ તમને ન્યૂઝ પેપરના એક ખૂણામાં જોવા મળે છે. આ ગેમ તણાવ દૂર કરે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પ્રદાન કરે છે.
પઝલ ગેમ ખૂબ જ સારી મેન્ટલ એક્સરસાઇઝ છે. આનાથી મગજ તેજ અને આત્મવિશ્વાસ વધે છે. આમાં તમારે કોઇ પણ પઝલ સોલ્વ કરવાની હોય છે.