ઘરમાં ઉંદરો આવવાથી તે ઘરને અસ્તવ્યસ્ત કરી નાખે છે, કપડાને નુકસાન પહોંચાડે, રસોડામાં ખાધ્ય વસ્તુઓને ખરાબ કરે છે અને રોગ ફેલાવાનું જોખમ ઊભુ કરે છે. ઉંદરોના આ ત્રાસથી જો તમે પણ કંટાળી ગયા હોવ તો આ ઘરેલું ઉપાય અજમાવો, ઉંદરો ઘરથી હંમેશા માટે દૂર થઈ જશે અને ફરી પાછા નહીં આવે.
ઉંદરોને ભગાડવા માટે પેપરમિન્ટ એક કારગર ઉપાય છે. જે જગ્યાએ વધું ઉંદરો આવતા હોય ત્યાં પેપરમિન્ટ સ્પ્રેનો ઉપયોગ કરો. ઉંદરોને તેની ગંધથી ભાગે છે.
તમાકુ અને ચણાનો લોટ પણ ઉંદરો ભગાડવા માટે ઉપયોગી થઈ શકે છે. તમાકુમાં જોવા મળતો માદક પદાર્થ ઉંદરોને બળતરા કરે છે અને તેઓ ઘરની બહાર નીકળી જાય છે. આ માટે તમારે તમાકુમાં ચણાનો લોટ અને ઘી મિક્સ કરીને ઉંદરની ગુફામાં મુકવાનું છે
ફટકડીના પાઉડરનું સોલ્યુશન બનાવીને તેને ઉંદરોની જગ્યા પર મુકવુ, આમ કરવાથી ઉંદર તે જગ્યા પર ફરી કદી નહી આવે
જે જગ્યાએ વધુ ઉંદરો આવતા હોય તે જગ્યા પર મરચાનો પાવડર છાંટી દો, ઉંદરો તે જગ્યા પર કદી નહી ફરકે
ઉંદરોને કપૂરથી નફરત છે તેનાથી શ્વાસ રૂંધાઈ જાય છે. જો તમે ઘરમાંથી ઉંદરોને ભગાડવા માંગતા હોવ તો ઘરના દરેક ખૂણામાં કપૂરના ટુકડા રાખો.