શિયાળામાં શક્કરીયાનું સેવન કરવામાં આવે છે, કારણ કે આ ઋતુમાં એ ઘણું ફાયદાકાર હોય છે. આમાં રહેલા વિટામીન્સ, કેેલ્શીયમ, આર્યન અને ફાઈબર શરીરના સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. આનું સેવન કરવાથી વજન ઓછુ કરી શકાય છે. ચાલો જાણીએ તમારા ડાયેટમાં તમે શક્કરીયાનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો.
શક્કરીયાને શેકીને તમે આનો ચાટ બનાવી શકો છો, આની પર તમે કાળી મરીના પાવડર, જીરૂ, અને મીઠું ભભરાવીને ખાઈ શકો છો.
શક્કરીયાની રોટલી બનાવીને પણ ખાઈ શકો છો. ઘઉંના લોટમા બાફેલા શક્કરીયા મેશ કરી, તેમાં મીઠું અને અજમો નાખીને રોટલી બનાવી શકો છો.
શકકરીયાને બાફીને પણ ખાઈ શકાય છે. શક્કરીયામા ખૂબ માત્રામાં ફાઈબર રહેલું હોય છે, તેને સવારમાં નાશ્તા સાથે આરોગી શકો છો.
શક્કરીયા તમને વજન ઘટાડવા મદદ કરી શકે છે. આમાં ફાઈબરની સારી માત્રા રહેલી હોય છે, જેથી આને ખાવાથી વારે વારે ભૂખ લાગવાની સમસ્યા રહેતી નથી.
શક્કરીયાને તમારા ડાયેટમાં સ્થાન આપવું જોઈએ, આના સેવનથી દિવસભર એનર્જેટીક ફીલ થાય છે. શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શક્કરીયા સૌથી બેસ્ટ છે
શક્કરીયા ઓછી કેલેરી ધરાવે છે, તેથી તે વજન ઘટાડવા પણ મદદરૂપ બને છે.
આ પ્રકારે તમે શક્કરીયાને તમે તમારા ડાયેટમાં ઉપયોગમાં લઈ શકો છો. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.