આ એકજ વસ્તુના ઉપયોગથી તમે તમારું વજન ઘટાડી શકો છો


By Smith Taral02, Jan 2024 03:55 PMgujaratijagran.com

આજકાલ જંકફુડ, ફાસ્ટ ફુડ, અને ચીઝ વાળી આઈટમ ખાવાના લીધે વજન વધવાની સમસ્યાઓ ખૂૂબ વધી છે. તેવામાં લોકો ઘણી કસરતો અને અવનવા પ્રકારનું ડાયેટ લેતા હોય છે, પણ દરેક વખતે ઈચ્છનીય પરિણામ નથી મળતું. તમારી આ સમસ્યાનું સમાધાન અમે પણ લઈને આવ્યા છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એપલસીડર વિનેગરને તમારે તમારી ડાયેટમાં સમાવેશ કરવો જોઈએ, જે વજન ઘટાડવામાં અને નિયંત્રણ રાખવામાં તમારી મદદ કરી શકે છે. વધુમાં આપણે જાણીએ, સેન્ટ્રલ હોસ્પીટલ ESICના ડાયટીશીયન રીતુ પુરીથી.

કેલરીની માત્રા

તમને જણાવી દઈએ કે, 100 ગ્રામ એપલસાઈડર વિનેગરમાં 22 કેલેરી મળે છે, જે આને એક લો કેલેરી ડ્રીન્ક બનાવે છે.

વિનેગરમાં રહેલા પોષકતત્વો

આમાં વિટામિન બી, એસીટીક એસીડ, સાઈટ્રીક એસિડ, કારોટેનોયડ્સ, એેંટી માઈક્રોબીયલ અને એન્ટી ઓક્સીડન્ટ જેવા પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

રાત્રે આનું સેવન કરો

રાત્રે સૂતા પહેલા 15 થી 20 ml પાણીમાં 1 ચમચી એપલસાઈડર વિનેગર ઉમેરીને પીવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે.

You may also like

આ પાંચ લોકોએ ગાજર ન ખાવા, જાણો કેમ

આ 5 વસ્તુઓના સેવન બાદ તરત પાણી પીવાનુ ટાળો

ગરમ પાણીમાં પીવો

એપલ સીડર વિનેગરને ગરમ હુંફાળા પાણીમાં લેવું જોઈએ, આમાં 3-4 ચમચી એપલ સીડર વિનેગર ઉમેરીને હળવે હળવે પીવું જોઈએ.

ભૂખને ઓછી કરે છે

એપલ સીડર વિનેગર પીવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, આ પીવાથી પેટ હેવી લાગે છે અને ઓવરઈટીગથી બચી શકાય છે.

ખાલી પેટે પીવુ

એપલ સીડર વિનેગરનું સેવન ખાલી પેટે કરવું જોઈએ, ખાલી પેટે લેવાથી આની અસરકારકતા વધે છે.

વજન ઘટાડવા માટે એપલ સીડર વિનેગરનું સેવન કરવું ખૂબ ફાયદાકારક નીવડે છે. તમારે ડાયેટમાં આનો સમાવેશ ચોક્કસપણે કરવો જોઈએ. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

શિયાળામાં ઘરે ધાબળા કેવી રીતે સાફ કરવા