મુખ્ય દ્વારથી નકારાત્મકતા ઘરમાં આવે છે. વાસ્તુ દોષથી બચવા માટે મુખ્ય દ્વારની સફાઈ કરવી જરૂરી છે.
ઘરમાં કરોળિયાનો જાળો હોવો જોઈએ નહીં. તે ઘરના સભ્યોનું માનસિક તણાવ વધારે છે.
ઘરના મેઇન ગેટ પર સ્વસ્તિક બનાવવું. આવું કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી બની રહે છે.
વાસ્તુ શાસ્ત્રમાં દિશાનું પણ મહત્ત્વ છે. સૂતી વખતે માથુ દક્ષિણ દિશા તરફ અને પગ ઉત્તર દિશા તરફ હોવા જોઈએ.
શનિવરે સરસિયાના તેલનું દાન કરવું. ઘરની દક્ષિણ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવવું અને નિયમિત રીતે હનુમાન ચાલીશાનો પાઠ કરવો.
ઘરમાં કાંટાવાળા છોડ રાખવા નહીં. રૂમમાં સૂર્ય પ્રકાશ અને હવા આવવા દેવી.