ઘર કે રસોડામાં ગરોળી જોવા મળતી હોય છે, જે જોઈને ચિતરી ચડતી હોય અને તેનાથી છુટકારો મેળવવા માગતા હોવ તો આ સરળ ઉપાય અજમાવો.
ગરોળી ભગાડવા માટે કોફી પાવડરમાં તમાકૂ મિક્સ કરીને ગરળો છુપાતી હોય તે જગ્યા પર રાખો,થોડા સમયમાં ગરોળી ભાગી જશે.
ગરોળી ભગાડવા માટે લસણ એક સારો વિકલ્પ છે. લસણની કળીઓ કચડીને પાણીમાં ઉકાળો અને તે સ્પ્રે કરો. આની ગંધથી ગરોળીઓ દૂર રહે છે.
લાલ મરચા અને કાળી મિર્ચની બરાબર માત્રા લઈને પાણીમાં મિક્સ કરીને ઘરના ખૂણા,બારી,દરવાજાના કિનારે સ્પ્રે કરવાથી ગરોળી ભાગી જાય છે.
ગરોળી ભગાડવા માટે ડુંગળીને ફોલીને તેના એક એક ફોતરા અલગ કરી લો, હવે આ ફોતરાને દોરા વડે બાંધીને રસોડા કે ઘરમાં ગરોળી આવતી હોય તે જગ્યા ટીંગાળવાથી ગરોળી ભાગી જશે.
ગરોળી ભગાડવા માટે તમે ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, જ્યારે પણ તમને ગરળો દેખાય ત્યારે તેના પર ઠંડુ પાણી નાખો. ઘરની તીરાડો બંધ કરો.
ફિનાઈલની ગોળીને ઘરના દરેક જગ્યાઓ પર રાખો, જેનાથી ગરોળી ભાગી જશે. જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.