શું તમારા બાથરૂમની ટાઈલ્સ ગંદી છે? આ ઉપાય અજમાવવાથી કાંચની જેમ ચમકી ઉઠશે


By Sanket M Parekh24, Jun 2023 04:08 PMgujaratijagran.com

બેકિંગ સોડા

એક બાઉલ પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરો. જેને સારી રીતે મિક્સ કરીને સ્પ્રે બોટલમાં નાંખો. જેને બાથરૂમની ટાઈલ્સ પર સ્પ્રે કરો. 15 મિનિટ બાદ ભીના સ્પંજથી ટાઈલ્સથી લૂછી લો.

બ્લીચ

એક મોટા બાઉલમાં પાણી લો. તેમાં 8-10 ચમચી બ્લીચ મિલાવો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરો. જેથી ટાઈલ્સ પર સ્પ્રે કરો અને થોડી વાર બાદ કપડાથી લૂછી શકો છો.

મીઠુ

આ માટે કોઈ સાફ કપડા પર મીઠું છાંટી દો અને પછી તેને ટાઈલ્સ પર રગડો. થોડા કલાકો બાદ પાણી નાંખીને સાફ કરી શકો છો.

લીંબુ

બાથરૂમની ટાઈલ્સને સાફ કરવા માટે લીંબુના રસનો પ્રયોગ કરી શકો છો. આ માટે બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરીને ટાઈલ્સને ચમકાવી શકો છો.

વિનેગાર

વિનેગારની મદદથી ટાઈલ્સ ચમકાવી શકો છે. આ માટે સરખા પ્રમાણમાં પાણીની સાથે વિનેગાર મિક્સ કરો. આ મિશ્રણને કપડામાં પલાળીને ટાઈલ્સ પર ઘસો.

હાઈડ્રોજન પેરોઑક્સાઈડ

હાઈડ્રોજન પેરોઑક્સાઈડ અને લોટ સરખી માત્રામાં મિક્સ કરો. હવે જ્યાં ડાઘા દેખાઈ રહ્યા હોય, ત્યાં લગાવીને આખી રાત માટે છોડી દો. જે બાદ સવારે સ્ક્રબ કરી લો.

દૂધની મદદથી ઘરે આ રીતે બનાવો ફેસ વૉશ, સ્કિન ગ્લોઈંગ બનશે; ડ્રાયનેસ થશે દૂર