દૂધથી ફેસ વૉશ બનાવવા માટે અડધો કપ દૂધ, ચપટી હળદર અને બે ચમચી મધની જરૂર પડશે. આ તમામ સામગ્રી લગભગ દરેકના ઘરમાં સરળતાથી મળી જાય છે.
સૌ પ્રથમ એક વાસણ લો અને તેમાં દૂધ નાંખીને કડક થાય ત્યાં સુધી ઉકાળી લો. જે બાદ દૂધને થોડી વાર સુધી ઠંડુ થવા છોડી દો.
દૂધ ઠંડુ થયા બાદ તેમાં મધ અને હળદર મિક્સ કરો. આ તમામ વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી લો. આ રીતે તમારું ફેસ વૉશ બનીને તૈયાર થઈ જશે.
આ દૂધથી બનેલા ફેસ વૉશનો ઉપયોગ કરતાં પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરી લો. જે બાદ ફેસ વૉશને લઈને સ્કિનને ક્લિન કરો.
જેને લગાવીને હાથથી થોડી વાર મસાજ કરો અને સાધારણ પાણીથી ચહેરાને ધોઈ લો. આવું કરવાથી તમારા ચહેરા પર નિખાર આવવાનો શરૂ થઈ જશે.
ગરમીની સિઝનમાં આ ફેસ વૉશનો ઉપયોગ કરવાથી તમને સ્કિન સાથે સંકળાયેલી અનેક સમસ્યાથી છૂટકારો મળી શકે છે. તમારી ત્વચાનું ધ્યાન રાખવા માટે મિલ્ક ફેસ વૉશ બેસ્ટ સાબિત થઈ શકે છે.
જો તમારી સ્કિન ડ્રાય છે, તો દૂધથી બનેલ ફેસ વૉશનો ઉપયોગ કરવાથી સ્કિન સૉફ્ટ થઈ જશે અને ગ્લોઈંગ થવા લાગશે.